રોષ:થોડા દિવસો પહેલાં મકાનનાં તાળાં તૂટ્યાં તે મકાન પર ચોર દેખાતા રહીશોમાં રોષ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણપતિ ફાટસરની મથુરાપાર્કના મકાનનાં તાળાં તોડી 50 હજાર રોકડની ચોરી થઇ હતી

વઢવાણ ગણપતિ ફાટસર રાજકટ બાયપાસ પરની મથુરાપાર્ક સોસાયટીમાં રહેતા સાગરભાઈ કનૈયાલાલ સોલંકીને ત્યારે બંધ મકાનના તાળા તોડીને રૂ. 50 હજાર રોકડની ચોરી થઇ હતી. ત્યારે આ મકાનના ધાબા પર જ બુધવારે રાત્રે ચોર દેખાતા સોસાયટીના રહિશોમાં રોષ ફેલાય હતો. આ અંગે સાગરભાઈ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, થોડા દિવસો પહેલા જ માર મકાનના તાળા તોડીને ચોરીનો બનાવ બન્યો હતો. ત્યારે બુધવારની રાત્રિના 3.10 મીનીટે કોમન પ્લોટની બાજુથી આવીને કુદીને પાછળથી ધાબા પર આવ્યો હતો આગળના રૂમમાં મારા મમ્મી સૂતા હતા.

અવાજ થયો તો બારી ખોલ્લી અને અવાજ આવતા તે ધાબા પર દોડવા લાગ્યો મકાનની સિડીએથી ભાગી ગયો હતો. આ ચોરનો પડછાયો જોતા તેના હાથમાં કંઇક સાધન કે હથિયાર હોય તેવુ દેખાયુ હતુ. ચોરનો ભાગવાનો અવાજ આવતાની સાથે સોસાયટીના રહીશો જાગી જતા ચોરને શોધ‌વાનો પ્રયાસ કર્યો હતો. પણ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ બાબતે રહિશોએ વઢવાણ પોલીસ મથકમાં રજૂઆત કરાતા વિસ્તારમાં બે હોમગાર્ડ મૂકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...