અટકાયત:ધ્રાંગધ્રામાં કૃષિમંત્રી નરેન્દ્ર તોમર સમક્ષ રજૂઆત કરવા ગયેલા ખેડૂત આગેવાનને પોલીસે અટકાવ્યા

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મુકામે ભાજપની ચુંટણી સભામા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર પધાર્યા હતા. ત્યારે સ્થાનિક ધ્રાંગધ્રાના ખેડૂત આગેવાન અને ગુજરાત કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.કે. પટેલ દ્વારા ત્રણ કાળા કાયદા લાવ્યા હતા. ત્યારે તોમરે દિલ્હી ખેડૂત આંદોલનમાં આંદોલન કરતા કિસાનોને ખાલિસ્તાની કહી અપમાનજનક શબ્દ પ્રયોગ કરેલા તે દિલ્હી કિસાન આંદોલનમાં જે.કે.પટેલ પણ સહભાગી બની દિલ્હી જઈ લડત આપી હતી.

તેથી કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરને પોતાનું ઘર બતાવી કહેવા માંગતા હતા કે, દિલ્હી આંદોલનમાં કોઈ ખાલિસ્તાની નહોતા અને ખેડૂતો જ હતા. બીજું કે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના સારી યોજના છે કે, ખરાબ યોજના છે, તે બાબતે જાણવા માંગતા હતા. કારણ કે, જો યોજના સારી હોય તો ગુજરાતમા શા માટે બંધ કરવામાં આવી ? અને જો ખરાબ હોઈ તો ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં શા માટે ચાલુ છે ? આ સવાલોના જવાબ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર જોડે નહીં હોવાથી પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા ખાતે કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરને રજૂઆત કરવા ગયેલા ખેડૂત આગેવાનની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...