મધમાખીના હુમલામાં મોત:સુરેન્દ્રનગરના ખંપાળીયા ગામમાં મધમાખીના ઝૂંડે હુમલો કરતા ઘવાયેલા ખેડૂતનું મોત

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામ ખાતે પોતાની વાડીમાં ખેતરમાં કામકાજ માટે ગયા હતા. અને ખેતરમાં કામકાજ કરતા કરતા તેમને રવિ પાકની સિઝન લેવાની હોવાના કારણે તેમની બાજુમાં જ વાડી આવેલી હતી. તેમાં સાફસૂફ કરી રહ્યા હતા. અને તેવા સમયે વાડીના શેઢા ઉપર આવેલા વૃક્ષમાં ભમરીઓ મધ બેઠું હતુ. ત્યારે સાફસુફ કરવાના આજુબાજુમાં કોઈએ ધુમાડો કરતા આ મધ અચાનક ઉડ્યું હતુ. અને જે મધ ઉડ્યું તેમજ ખેડૂતના આખા શરીર ઉપર ચોંટી ગયું હતુ. અને ખેડૂતને બેભાન અવસ્થામાં મૂકી દીધા હતા.

તાત્કાલિક અસર 108 બોલાવી અને તેમને સારવાર માટે મૂળી ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે સારવાર કારગત થાય તે પહેલા તેમનું મોત થયું હોવાનું જણાવ્યું હતુ. ત્યારે મૂળી પોલીસ મથકે જાણકારી આપવામાં આવી છે. ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મુળી તાલુકાના ખંપાળિયા ગામ પાસે અચાનક ખેતર વાડીમાં કામ કરી રહ્યા હતા. તેવા સમયે તેજાભાઈ નાનજીભાઈ દુધરેજીયા નામના ખેડૂત પોતાની વાડીમાં રવિપાકનું વાવેતર કરવાનું હોવાથી સફાઈ કરી રહ્યા હતા. તેવા સમયે અચાનક ઝાડ ઉપર બેઠેલુ ભમરીયું મધ ઉડ્યું હતુ. અને આખા શરીર ઉપર ચોંટી ગયું હતુ,

ત્યારે તેજાભાઈ નાનજીભાઈ દુધરેજીયા ત્યાંને ત્યાં જ બેભાન અવસ્થામાં પડી ગયા હતા. ત્યારે 108 એમ્બ્યુલન્સ વાનને બોલાવી અને મૂળી સાર્વજનિક દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...