અકસ્માત:રોંગ સાઇડમાં આવી રહેલા ડમ્પર ચાલકે કાર સાથે અકસ્માત કર્યો

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણ-કોઠારિયા રોડ અકસ્માત, કોઈ જાનહાનિ નહીં

વઢવાણ સી.યુ.શાહ ફાર્મસી કોલેજ સામે પહોંચતા સામેથી રોંગ સાઇડમાં ડમ્પર આવીને કોઠારીયા તરફથી આવતા કાર સાથે અકસ્માત કર્યો હતો. આ બનાવમાં કારનો આખો ભાગ ડમ્પરની નીચે આવી ગયો હતો. જો કે, આ બનાવમાં અશ્વિનભાઈની કારની એરબેગ ખૂલી જતા તેઓને કોઇ ઇજાઓ થઇ ન હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી માર્ગો તેમજ હાઇવે પર અકસ્માતો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ડમ્પરચાલકે કાર સાથે અકસ્માત સર્જયો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા ગામના 29 વર્ષના વેપારી અશ્વિનભાઈ લવજીભાઇ હડીયલ કાર લઇને શનિવારે સવારે કોઠારીયાથી શેખપર તેમના કારખાને જતા હતા.

ત્યારે વઢવાણ જતા સી.યુ.શાહ ફાર્મસી કોલેજ સામે પહોંચતા સામેથી રોંગ સાઇડમાં પૂર ઝડપ અને ગફલતભરી રીતે ડમ્પર આવતા અચાનક અશ્વિનભાઈની કાર સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો. જેમાં કારનો આખો ભાગ ડમ્પરની નીચે આવી ગયો હતો. જો કે, આ બનાવમાં અશ્વિનભાઈની કારની એરબેગ ખૂલી જતા તેઓને કોઇ ઇજાઓ થઇ ન હતી.

અને તેઓ નીચે ઉતરી ગયા હતા. આ બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે ડમ્પરચાલક સામે અશ્વિનભાઈ હડીયલે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડકોન્સ્ટેબલ બલવંતસિંહ એલ.પરમાર ચલાવી રહ્યા છે. આ અકસ્માતમા હાઈવે પર વાહનોની લાઈનો લાગી હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડતાં ટ્રાફિક સર્જાયો હતો. આ ઘટનાની જાણ વઢવાણ પોલીસ ટીમે દોડી જઈ ટ્રાફિક હળવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...