તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરેન્દ્રનગરથી દારૂ પીધેલો શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર તેમજ વઢવાણ સહિતના વિસ્તારોમાં દારૂ પીને દંગલ કરતા શખ્સોના ત્રાસથી પરિવારો તેમજ લોકો પરેશાન બની ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના માનવમંદિર રોડ પ્રેરણા હાઉસ પાસે દારૂ પીને માથાકુટ તેમજ બોલાચાલી કરતો હોવાની બી-ડિવીઝન પોલીસ મથકે ફોન આવ્યો હતો. આથી ગણપતભાઈ દેવથળા, દિલીપસિંહ મસાણી સહિતની ટીમે ઘટના સ્થળે ધસી ગઇ હતી. ત્યારબાદ આ સ્થળેથી એક શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સની પૂછપરછ કરતા માનવ મંદિર પ્રેરણા હાઉસ પાસે રહેતા હનીફભાઈ જુસબભાઈ મોવર હોવાનું જણાવ્યુ હતુ. આથી હનીફભાઈ મોવર સામે વધુ તપાસ જી.બી.દેવથળા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...