તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેપ શૂટિંગ સ્પર્ધા:દસાડામાં જિલ્લાકક્ષાની ટ્રેપ શૂટિંગ સ્પર્ધા યોજાશે, 100 જેટલા ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેશે

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી 4 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ સ્પર્ધામાં જૂનીયર, સીનીયર અને વેટરન કેટેગરીમાં સ્પર્ધા યોજાશે

ગુજરાત રાજ્ય રાઇફલ એસોસિએશનના માર્ગદર્શન નીચે દસાડામાં સૌ પ્રથમ વખત જીલ્લા લેવલની સીંગલ અને ડબલ ટ્રેપ અને સ્કીટ શૂટિંગ સ્પર્ધામાં 100 ખેલાડીઓ ભાગ લેશે. આગામી 4 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ સ્પર્ધામાં જૂનીયર, સીનીયર અને વેટરન કેટેગરીમાં સ્પર્ધા યોજાશે.

દસાડા ખાતે આવેલા નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય અને ગુજરાત રાજ્ય રાઇફલ એસોસિએશનના માર્ગદર્શન નીચે રણ રાઇડર શૂટિંગ રેંજમાં સૌ પ્રથમ વખત સુરેન્દ્રનગર જીલ્લા સીંગલ અને ડબલ ટ્રેપ અને સ્કીટ શૂટિંગ સ્પર્ધાનું ખુબ સુંદર આયોજન પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં શૂટિંગના ખેલાડીઓ માટે ટ્રેનીંગ, શૂટિંગ, યોગા, સ્વિમિંગ, ફિટનેશ, ન્યુટ્રીશન સહિતની આલા દરજ્જાની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

ગુજરાત રાજ્ય રાઇફલ એસોસિએશનના પ્રમુખ અજય પટેલ, સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ અતુલ બારોટ તથા વાઇસ પ્રેસિડેન્ટ આશીષ અમીન અને જનરલ સેક્રેટરી મનીષ પટેલ અને સુરેન્દ્રનગર જીલ્લા રાઇફલ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન નીચે દસાડામાં પહેલી વખત જ સુરેન્દ્રનગર જીલ્લાની સીંગલ અને ડબલ ટ્રેપ અને સ્કીટ શુટીંગ સ્પર્ધા યોજાશે. જેમાં જૂનીયર (12થી 21વર્ષ), સિનિયર (21થી 60 વર્ષ) અને વેટરન (60 વર્ષથી વધારે) કેટેગરીમાં 100થી વધુ ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે.

સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા ખાતે સૌ પ્રથમ વખત યોજાનારી આ શૂટિંગ સ્પર્ધામાં કોવિડ-19ની તમામ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાની સાથે દરેક ખેલાડીઓ સહિતના મહેમાનોનું ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલ સહિતનું સંપૂર્ણ મેડીકલ ચેકઅપ પણ કરવામાં આવશે. અને જરૂર લાગે એ વ્યક્તિનો રેપીડ કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જીલ્લા લેવલની આ શૂટિંગ સ્પર્ધામાં સીંગલ અને ટીમ સાથેની સ્પર્ધા યોજાશે. સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રથમ વખત યોજાઇ રહેલી આ ટ્રેપ શૂટિંગ સ્પર્ધાની તડામાર તૈયારીઓ હાલ પૂર્ણતાના આરે છે.

નેશનલ શૂટર ભાઇ-બહેનની જોડી પણ શૂટિંગ માટે દસાડામાં પ્રેક્ટિસ કરી રહ્યા છે
નેશનલ શૂટર બખ્તીયારૂદિન મલિકે 14 વર્ષની ઊંમરે 63મી નેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં 125માંથી 114નો સ્કોર કરી ઇન્ડિયન સ્કવોડમાં જગ્યા મેળવી હતી. બીજી બાજુ બખ્તીયારૂદિનની મોટી બહેન શાદીયા મલિકે પણ પંજાબના પટીયાલા ખાતે સિનીયર અને જૂનીયર એમ બંને કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ બંને ભાઇ-બહેનની નેશનલ શૂટર જોડી હાલમાં દસાડા રણરાઇડર શૂટિંગ રેન્જમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વિજેતા માનવજીતસિંઘ સંધુ પણ દસાડા ખેલાડીઓની વારંવાર મુલાકાત લે છે.
2006માં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વિજેતા અને 1998માં અર્જૂન એવોર્ડ વિજેતા અને ટ્રેપ શૂટિંગના સ્પેશ્યલિસ્ટ ભારતીય સ્પોર્ટસ શૂટર માનવજીતસિંઘ સંધુ પણ શૂટિંગ ખેલાડીઓને મળવા વારંવાર દસાડા રણ રાઇડર શૂટિંગ રેંજમાં આવે છે. આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં માનવજીતસિંઘ સંધુ હાજરી પણ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો