ધ્વજારોહણ:પાટડીના કઠાડા ગામની સિલાઇ કામ કરતી અશક્ત મહિલાએ દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજા ચડાવી

પાટડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કઠાડા ગામની સિલાઇ કામ કરતી અશક્ત મહિલાએ દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજા ચડાવી - Divya Bhaskar
કઠાડા ગામની સિલાઇ કામ કરતી અશક્ત મહિલાએ દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજા ચડાવી
  • સિલાઈ કામ કરનારા ભૂમિકાબેને દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજારોહણ માટે બચતના નાણા એકત્ર કરી ધ્વજારોહણ કર્યું
  • ધ્વજા ચઢાવવા માટે ત્રણથી ચાર વર્ષનું વેઈટીંગ હોવા છતાં કલેક્ટર અને સાંસદની ભલામણથી મહિલાને ધ્વજાની ફાળવણી કરાઈ

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કઠાડા ગામની સિલાઈ કામ કરતી અશક્ત મહિલાએ દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજા ચડાવી હતી. પાટડી તાલુકાની મહિલા જે માત્ર સિલાઈ કામ કરે છે. તેમને દ્વારકાધીશજીના શિખર ઉપર ધ્વજાની ફાળવણી કરીને માનવતાનું ઉત્સુક ઉદાહરણ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અને દેવસ્થાન સમિતિના અધ્યક્ષ મુકેશ પંડયાએ પૂરૂ પાડયું છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકાધીશજીના શિખર ઉપર ધ્વજા ચઢાવવા માટે ત્રણથી ચાર વર્ષનું એડવાન્સ્ડ બુકિંગ સાથે વેઈટીંગ ચાલી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરાની અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની ભલામણ થતાં મુકેશ પંડયાએ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા ગામના ભૂમિકાબેન મનુભાઈ રાજપૂતને ધ્વજાની ફાળવણી કરી હતી.

તારીખ 16ના સાંજે પાંચ વાગ્યે ભૂમિકાબેને તેમના પરિવાર સાથે ધ્વજા ચઢાવી હતી. પાટડીના કઠાડા ગામની ભૂમિકાબેને જણાવ્યું હતું કે, અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સાત વર્ષથી તેઓ તેમના નિવાસસ્થાને સિલાઈ કામ કરી ધ્વજા ચઢાવવા માટે નાણાં એકત્ર કર્યા હતા અને હાલમાં તેઓ ચારધામની યાત્રા પૂર્ણ કરી છે. દ્વારકાધીશજીના દરબારમાં ધ્વજા ચડાવવાની મારી ઈચ્છા હતી તે આજે પૂર્ણ થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું શારીરિક રીતે પણ અશક્ત છું અને અભ્યાસ પૂર્ણ કરી ન શકતા સિલાઈ કામના માધ્યમથી ઘર-પરિવારને ઉપયોગી બની છું. નોંધનીય છે કે, 30 વર્ષીય ભૂમિકાબેન અપરિણીત છે અને તેમનામાં જોવા મળેલા ભક્તિ, શ્રદ્ધા, શક્તિના દર્શન એક અદ્ભુત માનવસેવાનું ઉદાહરણ છે.

અન્ય સમાચારો પણ છે...