આત્મહત્યા:પ્રેમિકા પતિના ઘરે પરત જતી રહેતા ડિપ્રેશનમાં આવી ગયેલો યુવક પોલીસ સ્ટેશનમાં ઝાડ પર લટકી ગયો

મૂળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપઘાત કરવો ગુનો છે, પણ હું મજબુર છુ, મારા મોતનુ કારણ હિરલ છે યુવાનના અંતિમ શબ્દો

મૂળી તાલુકાનાં સરલા ગામે રહેતા યુવકને જામખંભાળીયા ગામે રહેતી યુવતી સાથે પ્રેમસંબધ બંધાયા બાદ છેલ્લા કેટલાક સમયથી બંને સરલા ગામે મૈત્રી કરારથી સાથે રહેતા હતા. ત્યારે બે દિવસ પહેલા યુવતીનો પતિ તેને લઇ જતા યુવકને લાગી આવતા ત્રણ પાનાની સુસાઇટ નોટ લખી વહેલી સવારે મૂળી પોલીસ સ્ટેશનમાં જ ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.

સરલાનાં યુવકે પ્રેમિકા જતી રહેતા લાગી આવતા પોલીસ સ્ટેશનની અવાવરૂ જગ્યામાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ અંગે મૂળી પોલીસ સ્ટેશનેથી મળતી માહીતી મુજબ મૂળી તાલુકાનાં સરલા ગામે રહેતા અમિતભાઇ દેવજીભાઇ બાવળીયાને જામખંભાળીયા ગામે રહેતી પરણિત યુવતી હિરલ કટેશીયા સાથે સોશિયલ મીડિયા થકી પરિચય થયા બાદ બન્ને વાતો કરતા હતા.

અને થોડા સમય પહેલાજ બન્ને મૈત્રિ કરાર કરી સરલા સાથે રહેતા હતા. પરંતુ બે દિવસ પહેલા હિરલ અમિતને છોડીને તેનાં પતિ પાસે જતી રહેતા તેને લાગી આવતા રવિવારે વહેલી સવારે મૂળી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં આવેલા વૃક્ષ સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેથી સમગ્ર પરિવારમાં શોકનું મોઝુ ફરી વળ્યુ હતુ. પોલીસે લાશનો કબજો લઇ તપાસ કરતા સુસાઇટ નોટ મળી હતી. જેમાં હિરલનાં કારણે જ આપઘાત કરતો હોવાનું તેમજ મારા પિતાનો જીવ પણ આના કારણે ગયો હોવાનું સાથે અન્ય યુવકોને પણ યુવતિએ ફસાવ્યા હોવાનુ જણાવી તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા નોટમાં ઉલ્લેખ કર્યો છે.

યુવાનની સ્યુસાઇટ નોટના અંશ મારો તમામ ડેટા હિરલના મોબાઇલમાં હતો આથી તે કહે તેમ મારે કરવુ પડતુ હતુ. હિરલને પાછી લઇ જવા તેના પતિએ ખુબ પ્રયાસ કર્યા તેના ચકકરમાં મારા પિતાનુ અવસાન થયુ મારા પિતાના અવસાન પછી હું હિરલના સહારે જ જીવતો હતો. હિરલ સોશિયલ મીડિયાથી છોકરાને હવસ બુજાવવા ફસાવે છે. ફોટા અને વિડિયો હોવાથી હું અને આશિષ, ભાવીન જેવા અનેકને માયાજાળમાં ફસાવે છે. હિરલે પહેલા વિમલની જીંદગી બગાડી,પછી દિપક સાથે લવ મેરેજ કર્યા પછી મારો વારો આવ્યો

યુવતી વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય
શનિવારે અમે પોલીસ સ્ટેશન અરજી આપવા ગયા હતા. પરંતુ ત્યાં કોઇએ અરજી લીધી ન હતી. આથી મારા ભાઇને લાગી આવ્યુ હતુ. મારા ભાઇના મોત માટે યુવતિ વિરૂધ્ધ ફરિયાદ દાખલ થાય તેવી અમારી માંગ છે. તેમ મૃતકના નાનાભાઇ સંજયભાઇ બાવળીયાએ જણાવ્યું હતું. દરમિયાન મૃતક અમિત બાવળીયાનો મૃતકદેહ છ વાગ્યે પોલીસ સ્ટેશન પાસે હોવાનું ધ્યાને આવ્યુ હતુ. અને ડેડબોડી બાર વાગ્યા આસપાસ નીચે ઉતારી હતી .સુસાઇડ નોટ ખીસ્સામાંથી મળી હતી. પરંતુ વહેલી સવારથી જ સોસિયલ મિડીયામાં ચાર પેઇજની સુસાઇટ નોટ ફરતી થતા યુવકે મરતા પહેલા ફોટા લઇ કોઇને મોકલ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યુ છે.
એટેકથી પિતાનુ અવસાન થયુ હતું
યુવાન જયારે યુવતીને લાવ્યો હતો ત્યારે તેની તપાસમાં જામનગર જિલ્લાની પોલીસ તેના ઘરે આવી હતી અને સરા પાસેની એક ફેકટરીમાં લઇ જઇને યુવાનના પિતાની કડક પુછપરછ કરી હતી. પુછપરછ કરતા સમયે જ તેના પિતા બેભાન થઇ ગયા હતા અને એટેક આવતા તેમનુ મોત થયુ હતુ. ત્યારે પણ મામલે ચકચાર જગાવી હતી. અને લાશનો નહીં સ્વીકાર કાર કરતા દોડધામ મચી હતી. સમગ્ર મામલે ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણાને જાણ થતા પદ્યુમનસિંહ પરમાર,ધર્મેન્દ્રસિંહ, સ્થાનિક સરપંચ રાજુભાઇ મટુડીયા સહિત રાજકિય આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવી પરિવારજનોને સાત્વના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...