પાંચ રાઉન્ડ ફાયરીંગ:સાયલાના સામતસર પાસે હોટલમાં જમવા ગયેલા ગ્રાહકે જમાવનું ઠંડુ હોવાની ફરિયાદ કરી તો માલિકે ઉશ્કેરાઈ હવામાં ફાયરીંગ કર્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહક દ્વારા સાયલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના સામતપર ગામના પાટીયા પાસે એક હોટલમાં જમવાનું કેમ ઠંડુ આપે છે. તેવી બોલાચાલી થતા હોટલના માલિકે હવામાં ફાયરિંગ કરી અને માર માર્યો હોવાની સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

એક જ સપ્તાહમાં બીજી વાર ફાયરિંગ થવાની ઘટના
સુરેન્દ્રનગર જિલ્લામાં ધજાગરા બોલાવતા આરોપીઓને પોલીસનો ખોફ રહ્યો નથી. ત્યાં સપ્તાહમા ફાયરીંગની બીજી ઘટના સામે આવતા સુરેન્દ્રનગર પોલીસ નિષ્ક્રિય હોવાના અનેક પુરાવા સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી હોવા છતાં પણ સુરેન્દ્રનગર પોલીસ નિષ્ક્રિય હોવાના અનેક પુરાવા સામે આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની અને તેના તાલુકાની જનતા સલામત ન હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે એક જ સપ્તાહમાં બીજી વાર ફાયરિંગ થવાની ઘટના સામે આવી રહી છે

હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના
ત્યારે હજુ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ હાઇવે ઉપર હોટલ ઉપર 15000 રૂપિયાની દર માટે ખંડણીના પ્રકરણમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. ત્યારે ફરીવાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર ગામના બોર્ડ પાસે આવેલી હોટલમાં જમવાનું ઠંડુ કેમ આપે છે ? તેવી બોલાચાલી કરવામાં આવી હતી. ત્યારે હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના અને જમવા ગયેલા વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હોવાની હાલમાં સાયલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યારે જિલ્લા ભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

હોટલના માલિકને જમવાનું ઠંડુ હોવાનું જણાવતા સામસામે તકરાર થવા પામી હતી
​​​​​​​
સાયલાથી જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર ગામના બોર્ડ પાસે આવેલી એક હોટલમાં હરેશભાઈ ખોડુભાઈ કાઠી દરબાર નાના હરણીયા ગામના તેમના મિત્ર સાથે આ હોટલમાં જમવા ગયા હતા. ત્યારે હોટલના માલિકને જમવાનું ઠંડુ હોવાનું જણાવતા સામસામે તકરાર થવા પામી હતી.

સપ્તાહમાં બીજીવાર ફાયરિંગની ઘટના બની
બોલાચાલી બાદ રણજીત હેમુભાઈ ચુવાળીયા કોળી નામના વ્યક્તિ દ્વારા હવામાં ફાયરિંગ કરી અને જમવા આવેલા વ્યક્તિઓ સાથે બબાલ કરી હતી. જેમાં એક વ્યક્તિને ઈજાઓ પણ પહોંચી છે. જેને સારવાર માટે સાયલા દવાખાને ખસેડવામાં આવ્યા આવવાનું હાલમાં પોલીસે જણાવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોમાં સપ્તાહમાં બીજીવાર ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની કાયદો વ્યવસ્થા કથળતી જઈ રહી છે, તેવું હાલમાં પુરવાર થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...