આખરે ફરિયાદ નોંધાઇ:હળવદ હાઈવે પર થયેલા અકસ્માતમાં ટ્રેલર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
6 તારીખે રાત્રે ટ્રેલર ચાલકે ટ્રેક્ટરને અડફેટે લેતાં યુવાનનું મોત નિપજ્યું હતું - Divya Bhaskar
6 તારીખે રાત્રે ટ્રેલર ચાલકે ટ્રેક્ટરને અડફેટે લેતાં યુવાનનું મોત નિપજ્યું હતું
  • 6 તારીખે રાત્રે ટ્રેલર ચાલકે ટ્રેક્ટરને અડફેટે લેતાં યુવાનનું મોત નિપજ્યું હતુ
  • ​​​મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતાં હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી

હળવદ હાઈવે પર આવેલા સર્કિટ હાઉસ નજીક બે દિવસ પહેલા રાત્રીના સમયે ટ્રેલર ચાલકે ટ્રેક્ટરને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઢવાણા ગામના 22 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. જેથી આજે મૃતક યુવાનના પિતાએ હળવદ પોલીસ મથકે ટ્રેલર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા છેલાભાઈ લક્ષ્મણભાઈ મુંધવા ઉંમર વર્ષ 22 ગત તારીખ -6 મે, 2022ની રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ ટ્રેક્ટરમાં ઘાસચારો ભરી ટીકર તરફ જઈ રહ્યા હતા. ત્યારે હળવદ હાઈવે પર આવેલા સર્કિટ હાઉસ નજીક માતેલા સાંઢની જેમ આવતા ટ્રેલર ચાલકે તેમને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમજ આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર છેલાભાઈ લક્ષ્મણભાઈ મુંધવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી.

આ ગંભીર અકસ્માત સર્જી ટ્રેલરચાલક ટ્રેલર મૂકી નાસી છૂટ્યો હતો સાથે જ બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં આજે મૃતકના પિતા લક્ષ્મણભાઇ જીવણભાઈ મુંધવાએ હળવદ પોલીસ મથકે ટ્રેલર નંબર એમ.એચ-46-ડીએફ-6695ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...