ક્રિકેટ ટૂર્નામેન્ટ:પાટડીના ગેડીયામાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ, કુલ 8 ટીમો વચ્ચે 32 મેચ રમાઈ

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીના ગેડીયામાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ, કુલ 8 ટીમો વચ્ચે 32 મેચ રમાઈ - Divya Bhaskar
પાટડીના ગેડીયામાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ, કુલ 8 ટીમો વચ્ચે 32 મેચ રમાઈ
  • ટૂર્નામેન્ટમાં લાઈવ પ્રસારણ સાથે રૂ. 1,75,000ના ઈનામો આપવામાં આવ્યા
  • 170 ખેલાડીઓનું ઓક્શન કર્યા બાદ 120 ખેલાડીઓએ ભાગ લીધો

પાટડીના ગેડીયામાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં લાઇવ પ્રસારણ સાથે રૂ. 1,75,000ના ઈનામો આપવામાં આવ્યા હતા. આ ટૂર્નામેન્ટને લઈ 170 ખેલાડીઓનું ઓક્શન કર્યું હતું. એમાંથી 120 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કુલ 8 ટીમો વચ્ચે 32 મેચ રમાઈ હતી.

પાટડી તાલુકાના ગેડીયા ગામે યોજાયેલી આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફાઇનલ મેચ નાઝિર ઇલેવન અને દાદ ઇલેવન વચ્ચે રમાઇ હતી. જેમાં દાદ ઇલેવન ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી. વિજેતા ટીમને ગેડીયા મંદિરના ભગવાનદાસ બાપુના વરદ હસ્તે રૂ. 31000, ચાંદીના સિક્કા અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે ફાઇનલમાં હારેલી ટીમને રૂ. 25000 અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ મેચમાં મેન ઓફ ધ મેચ મનસુખ માઈકલ અને ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ રોહિત ભરાડા અને બેસ્ટ બોલરની ટ્રોફી સોહિલ ખાન ઝેઝરી અને બેસ્ટ ફિલ્ડરની ટ્રોફી હર્ષ રાઠોડ ( વિરમગામ ) તથા બેસ્ટ બેસ્ટ મેન તરીકે રોહિતને ટ્રોફી અને હેટ્રીક વિકેટ લેનારને 2100 રૂપિયા ઈનામ આપવામાં આવ્યા હતા.

પાટડી તાલુકાના ગેડીયા ગોકુલધામ ખાતે જતવાડ પ્રીમિયમ લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેડીયા કાળીયા ઠાકરની જગ્યાના લઘુ મહંત ભગવાનદાસ બાપુનો સહયોગ, ગેડીયાના ઉપ સરપંચ સિકંદર ખાન, ગેડીયા અમર ઇલેવન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદારખાન તથા મહેબૂબખાન, ગામના તમામ નાગરિકો ગેડીયા ગામના યુવાનો તમામની ખુબ જહેમત અને મહેનતથી ભવ્ય ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગેડીયા કાળીયા ઠાકરની જગ્યાના મહંત નારાયણદાસજી બાપુ, કોઠારી મહંત લાલદાસ બાપુ, એ.બી.જ્વેલર્સ અમદાવાદથી અરવિંદભાઈ સોની (ગેડીયા વાળા), હીરા ભાઈ ઠકકર (ગામના પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનિયર), કિશનભાઈ પટેલ ( મોરબી બિલ્ડર ), મુકુંદરામજીબાપુ કોઠારી ( દુધરેજ વડવાળા દેવની જગ્યા ), પોપટભાઈ માલધારી ( લોક સાહિત્યકાર ), મુખી મહારાજ ( પીપળી ધામ ), અજીત મકવાણા ( લંડનથી ), મેહુલભાઈ મકવાણા ( લંડનથી )પધારી કાર્યક્રમને ખુબ સફળ બનાવી યુવાનોમાં પોઝિટિવ ઊર્જા પૂરી પાડવાનું કામ કર્યું હતું. આ સમગ્ર ક્રિકેટ ટૂર્નામેન્ટને આજુબાજુના 13 થી 14 ગામોમાં લોકલ ચેનલમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા લાઈવ બતાવી ઘેર બેઠા લોકો પણ ટુર્નામેન્ટને માણી શકે એવું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...