માનવતાભર્યું કામ:ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર રહેલા કોન્સ્ટેબલે રક્તદાન કરી એકનો જીવ બચાવ્યો

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકના કોન્સ્ટેબલે માનવતા મહેંક પ્રસરાવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં એક ભાઈને લોહીની જરૂર પડતા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, ત્યારે આ ભાઈને ફક્ત 6% જ બ્લડ હતુ અને લોહીની ખૂબ જ જરૂર હતી.

આ દરમિયાન ધાંગધ્રા પોલીસ મથકમાં પોલીસ કર્મી પોતાની ફરજ ઉપર હતા, ત્યારે આ બાબતની જાણકારી પોલીસ કર્મી વિક્રમ રબારીને થઈ હતી, ત્યારે વિક્રમ રબારીએ ચાલુ નોકરી દરમિયાન એક ભાઈને લોહીની જરૂર હોવાથી રક્તદાન કર્યું હતુ અને એ ભાઈને લોહી પૂરું પાડ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...