રક્ષાબંધન પહેલા એકના એક ભાઈનું મોત:સાયલાના શિરવાણીયા ગામે સ્કૂલેથી છૂટી વાડીએ હોજમાં ન્હાવા ગયેલા બાળકનું ડૂબી જતાં મોત

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં અગ્રણીઓના હસ્તે બાળકે ઇનામ પણ મેળવ્યું હતું

સાયલા તાલુકાના શિરવાણીયા ગામમાં સ્કૂલેથી છૂટી વાડીએ હોજમાં સ્નાન કરવા ગયેલા બાળકનું ડૂબી જવાથી મોત થયું છે. રક્ષાબંધન આવે તે પહેલા જ બહેનના એકના એક ભાઈનું ડૂબી જવાથી મોત થતા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
મૃતક ધ્રુમિલ હોંશિયાર વિદ્યાર્થી હતો
આ ચકચારી બનાવની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણીયા પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતો 11 વર્ષનો ધ્રુમિલ ભનુભાઈ શાળામાંથી 12 વાગ્યે છૂટી વાડીએ ગયો હતો. ત્યાં પાણીના હોજમાં ન્હાવા પડતા બાળકનું ડૂબવાથી મોત થયું હતું. એકના એક ભાઈનું મોત થતા પરિવારમાં શોક વ્યાપ્યો હતો. ધ્રુમિલ ભનુભાઈનો એકનો એક પુત્ર હતો અને વર્ગમાં પ્રથમ નંબર લાવતો હોંશિયાર વિદ્યાર્થી હતો. તાજેતરમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં અગ્રણીઓના હસ્તે તેણે ઇનામ પણ મેળવ્યું હતું. તેની નાની બહેન નયના ધોરણ ચારમાં અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...