ચોટીલા ચામુંડા રોડના પાછળના ભાગમાં સાંજે મફતિયા પરામા રહેતા એક યુવકને તેના ઘર પાસે છરી માર્યાનો બનાવ બન્યો હતો. તેમજ ઘાયલ યુવકને પ્રથમ રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘાયલ યુવકની હાલત ગંભીર હોવાથી ડોક્ટરે રાજકોટ રીફર કર્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે યુવકનું મોત થયું હોવાથી મામલો હત્યામા ફેરવાયો છે. ઇન્સ્ટાગ્રામ પર મુકેલી પોસ્ટ હત્યામાં પરિણમી છે. જેમાં સોશિયલ મિડીયા ઉપર પોસ્ટ મુકવા મામલે ચોટીલામાં કરપીણ હત્યા થઇ છે.
પોલીસે આરોપીને ઝડપી લીધો
તેમજ યુવક ઉપર છરીથી હુમલો કરનાર સુરેન્દ્રનગરના બે હુમલાખોરો હાઈવે રોડ ઉપર ભાગ્યા હોવાની ચોટીલા પોલીસને જાણ થઇ હતી. તેમજ પોલીસે યુધ્ધના ધોરણે ફિલ્મી ઢબે પીછો કરીને ગણતરી જ કલાકોમાં બંને હુમલાખોરોને દબોચી લીધા હતા. અને પોલીસે આરોપીને લોકઅપ અંદર પુરીને તપાસ હાથ ધરી હતી.
18મી જાન્યુઆરીના રોજ મૃતક રાહુલ જાદવના લગ્ન હતા
ચોટીલામાં હત્યાનો ભોગ બનેલા રાહુલ જાદવે સુરેન્દ્રનગરના એક શખ્સની પત્નિના નામ સાથે પોતાનું નામ લખી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકતા સુરેન્દ્રનગરના યવાન દર્શને પોતાના મિત્ર નવાબ સાથે સુરેન્દ્રનગરથી ચોટીલા આવી રાહુલ જાદવ નામના યુવાનની ક્રૂર હત્યા કરી હતી. જેમાં અઠવાડિયા બાદ 18મી જાન્યુઆરીના રોજ મૃતક રાહુલ જાદવના લગ્ન હતા.
મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલમાં લઇ જવાઇ
ચોટીલામાં સોશિયલ મિડીયા ઉપર પોસ્ટ મુકવા મામલે ચોટીલામાં યુવાનની કરપીણ હત્યા થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલમાં લઇ જવાઇ છે. મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.