કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે થાનમાં કોરોનાનો એક કેસ નોંધાયો

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં સોમવારે એક જ દિવસમાં વઢવાણમાં એક ડોકટર અને યુવાન તેમજ થાનના વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયા હોવાનું શાહી સુકાઇ નથી. ત્યાં મંગળવારે પણ થાનમાં એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત બન્યો હોવાનું બહાર આવ્યુ હતુ. પરિણામે જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરાના ભણકારા સાથે ધીરે ધીરે કેસ પણ વધી રહ્યા છે.

પરિણાંમે 11 નવેમ્બર-2021 થી લઇને 3 જાન્યુઆરી-2022 સુધીમાં ધ્રાંગધ્રામાં-2, લીંબડીમાં-1, સુરેન્દ્રનગરમાં 1 અને વઢવાણમાં 3 તેમજ થાનમાં 1 સહિત કુલ 7 કોરોના કેસ ધ્યાને આવ્યા હતા. ત્યારબાદ તા. 4 જાન્યુઆરીને મંગળવારે થાન પંથકમાં એક વ્યક્તિ કોરોના પોઝિટીવ હોવાનું આરોગ્ય તંત્ર પાસેથી જાણવા મળ્યુ હતુ. આમ છેલ્લા એક માસ અને 4 દિવસમાં જિલ્લામાં 9 જેટલા કોરોનાના કેસ બહાર આવ્યા હતા. ત્યારે જિલ્લામાં હાલ તો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના પાલન સાથે લોકો માટે કેસો લાલબત્તી સમાન બની રહ્યા છે.

બાકી રહેલા 32,071 વિદ્યાર્થીઓને બે દિવસમાં રસી આપવાનો લક્ષ્યાંક
સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે પણ 15 થી 18 વયના વિદ્યાર્થીઓને 17929 રસી અપાઈ હતી. અંદાજે 80000ની સંખ્યા સામે જિલ્લામાં બે દિવસમાં 47929 કિશોર-કિશોરીઓને રસી અપઈ હતી. ત્યારે બાકી રહેલા 32071 વિદ્યાર્થીઓને 2 દિવસમાં રસી આપવાનો તંત્રનો લક્ષ્યાંક છે.

સુરેન્દ્રનગરમાં આરોગ્ય તંત્ર દ્વારા શાળા, આઇટીઆઈ, પોલીટેકનીલ સહિતના વિભાગોમાં 15 થી 18ની ઉંમંરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને રસી દેવાનો સોમવારથી પ્રારંભ કરાયો છે. પરિણામે પ્રથમ દિવસે ઉત્સાહ સાથે 30000 જેટલા વિદ્યાર્થીઓએ રસી મૂકાવી હતી. ત્યારે બીજા દિવસે એટલે કે મંગળવારે 17929 વિદ્યાર્થીઓએ રસીનો લાભ લીધ હતો. આમ છેલ્લા બે દિવસમાં કુલ 47929 કિશોર-કિશોરીઓને રસી આપવામાં હતી. જિલ્લામાં 15 થી 18ની વયના 80000 વિદ્યાર્થીઓનો અંદાજ હોવાથી હજુ પણ બાકી રહેલા 32071ને બે દિવસમાં રસી આપવાનું અને જે ગેરહાજર વિદ્યાર્થીઓને રૂટિનમાં જે નજીકના સેન્ટર હશે તેમાં રસી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...