ફરીયાદ:હળવદમાં આધેડની હત્યાના બનાવમાં પાડોશી વિરુદ્ધ ગુનો નોંધાયો, હત્યાનું કારણ હજુ અકબંધ

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં આધેડની હત્યાના બનાવમાં પાડોશી વિરુદ્ધ ગુનો નોંધાયો - Divya Bhaskar
હળવદમાં આધેડની હત્યાના બનાવમાં પાડોશી વિરુદ્ધ ગુનો નોંધાયો
  • ઘરમાં ઘુસી હત્યા કરી નાસી છૂટનાર આરોપીને ઝડપી લેવા પોલીસની દોડધામ

હળવદના વેગડવાવ રોડ ઉપર ભવાનીનગર ઢોળો તરીકે ઓળખાતા વિસ્તારમાં ગઈકાલે અપરણિત આધેડની હત્યા કરવાના બનાવમાં પડોશી વિરુદ્ધ ગુનa નોંધાયો છે. જોકે, હત્યા અંગેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, હળવદ વેગડવાવ રોડ ઉપર ભવાનીનગર ઢોળો વિસ્તારમાં રહેતા જેમાભાઈ રૂપાભાઈ નંદેસરિયા ઉ.55 નામના આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવતા આ મામલે મૃતકના પિતરાઈ ભાઈએ હળવદ પોલીસ મથકમાં પાડોશમાં રહેતા વનરાજ ચતુરભાઈ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વધુમાં સાપકડા ગામે રહેતા મૃતક જેમાભાઈના કાકાના દીકરા પ્રવિણભાઈ બાલાભાઈ નંદેસરીયાએ જેમાભાઈના પાડોશમાં રહેતા વનરાજે કોઈ કારણોસર હત્યા નિપજાવી હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે આઈપીસી કલમ-302, તથા જી.પી.એકટ-135 મુજબ વનરાજ વિરુદ્ધ ગુનો દાખલ કરી હત્યા કરી નાસી છૂટેલા વનરાજને ઝડપી લઈ હત્યાના બનાવ પાછળનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...