તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાટડી જૈનાબાદ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ, રૂ. 11. 81 લાખનો મુદ્દામાલ કબ્જે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડી જૈનાબાદ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ, રૂ. 11. 81 લાખનો મુદ્દામાલ કબ્જે - Divya Bhaskar
પાટડી જૈનાબાદ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ, રૂ. 11. 81 લાખનો મુદ્દામાલ કબ્જે
  • કાર ચાલક પોલીસને ચમકો કરીને ફરાર થઇ ગયો

પાટડી જૈનાબાદ રોડ પરથી પાટડી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની 892 બોટલો સાથે કાર ઝડપી પાડી હતી. જ્યારે કાર ચાલક પોલીસને થાપ આપીને ફરાર થવામાં સફળ થયો હતો. પાટડી પોલીસે વિદેશી દારૂની 892 બોટલો અને કાર મળી રૂ. 11.81 લાખનો મુદામાલ ઝબ્બે કરી ફરાર કાર ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન નીચે પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલિસ સ્ટાફને પાક્કી બાતમી મળી હતી કે, પાટડી જૈનાબાદ રોડ પર એક સફેદ કલરની હુન્ડાઇ ક્રેટા કાર વિદેશી દારૂના જથ્થા સાથે પસાર થવાની છે. આથી પાટડી પોલિસે નાકાબંધી સાથે છટકુ ગોઠવી આ કાર (નં GJ-26-A-9510) પુરઝડપથી નીકળતા પોલિસે એને રોકવાનો પ્રયત્ન કરતા કારચાલકે પુરઝડપે ગાડી હંકારતા પાટડી પોલીસે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આથી કાર ચાલકે સવલાસ ગામ પાસે બસ સ્ટેન્ડના વળાંક પાસે બાવળની કાંટમા કાર મૂકી પોલિસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ થયો હતો.

પાટડી પોલીસ દ્વારા આ કારની સઘન તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ- 604 તથા બિયર ટીન નંગ- 288 મળી રૂ. 1 લાખ 81 હજાર 600 અને હુન્ડાઇ ક્રેટા ગાડી કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ. 11 લાખ 81 હજાર 600નો મુદામાલ ઝબ્બે કર્યો હતો.

પાટડી પોલીસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, ભાવાર્થ સોલંકી, જયંતિભાઇ લેંચિયા અને સાગરભાઇ ખાંભલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હતો. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે. જ્યારે સુરેન્દ્રનગર મેઘાણી બાગ રોડ, આરાધના પાર્કના કુલદીપસિંહ વિક્રમસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના પોલીસ સ્ટાફે દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ-80 મળી કુલ રૂ. 1 લાખ 20 હજાર 740નો મુદામાલ ઝડપી પાડી ઘેર હાજર નહીં મળી આવેલા આરોપીને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, જુવાનસિંહ, હિતેષભાઇ, જયેન્દ્રસિંહ અને ગોવિંદભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હતો.

અન્ય સમાચારો પણ છે...