તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:પાટડીના સવલાસ ગામથી અને પાણશીણા પાસેથી દારૂ-બિયરના જથ્થા સાથે 2 ઝડપાયા

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટડીના શખ્સ પાસેથી 1,33,400 જ્યારે પાણશીણા શખ્સ પાસેથી 35000નો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગરના બજાણા હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી એ સમયે બજાણા ગામ પાસે સવલાસ તરફ આવતી એક કાર શંકાસ્પદ જણાઇ હતી. પોલીસે કારની તલાસી લેતા કારમાંથી ભુજનો યુવક 314 નંગ વિદેશી દારૂ સાથે ઝડપાયો હતો. પોલીસે કુલ 1 લાખ 33 હજાર 400ના મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભુજનો યુવક દારૂ સાથે ઝડપાયો
ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાની આગેવાનીમાં બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા, પી.એન.ઝાલા, આર.જે.મીઠાપરા, સુરેશભાઇ, અજયસિંહ, સંદિપભાઇ, શૈલેષભાઇ અને ડ્રાઇવર કિરીટભાઇ સોલંકી સહિતના પોલીસ સ્ટાફે બજાણા હાઇવે પર પેટ્રોલિંગમાં હતા એ સમયે બજાણા ગામ પાસે સવલાસ તરફથી આવતી શંકાસ્પદ કારને આંતરીને તલાશી લેતા ગાડીમાંથી પૂર્વદિપસિંહ વિનુભા જાડેજા (ઉંમર વર્ષ-24) રહે- ભુજની સઘન પુછપરછ બાદ ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો અને ચપલા નંગ- 314, કિંમત રૂ. 31,400, સેમસંગનો મોબાઇલ કિંમત રૂ. 2000 અને કાર કિંમત રૂ.1 લાખની કિંમત મળી કુલ રૂ. 1 લાખ 33 હજાર 400ના મુદામાલ સાથે આરોપીને ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યા છે.

માલવણથી ફરાર આરોપી ઝડપાયો
માલવણથી ફરાર આરોપી ઝડપાયો

માલવણથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો
બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા સહિતના પોલીસ સ્ટાફે હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદથી માલવણ તરફ આવતી બોલેરો કારને આંતરીને કારચાલક ગુણેશારામ આઇદાનરામ પ્રજાપતિ ( રહે-જૈસાર, તા. ચોહટન, જી.બાડમેર (રાજસ્થાન) )ને પકડીને સઘન પુછપરછ કરતા આ શખ્સ પાદરા પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો આરોપી હોવાની સાથે આ શખ્સના નામે કોર્ટનું વોરંટ પણ ઇસ્યુ થયેલુ હોઇ એની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના રાજેશભાઇ મીઠાપરા ચલાવી રહ્યાં છે.

પાણશીણાના શખ્સે લીંબડીના શખ્સ પાસેથી દારૂ-બિયરનો જથ્થો લાવ્યાની કબૂલાત કરી
અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી પાણશીણા પોલીસે દારૂ, બિયરના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો. 35 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. શખ્સે દારૂ, બિયરનો જથ્થો લીંબડીના શખ્સ પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી. પાણશીણા પીએસઆઇ આર.જે.જાડેજા પોલીસ સ્ટાફે લીંબડી-પાણશીણા હાઈવે પર પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી હતી.

ત્યારે પાણશીણા પોલીસ ચોકી પાસે વોચ ગોઠવી વાહનોનું ચેકિંગકરતાં બાવળા તાલુકાના મીઠાપુર ગામનો રાજદીપ ખેંગારભાઈ ગોહિલ મોટરસાયકલ લઈ પસાર થઈ રહ્યો હતો. રાજદીપ ગોહિલને ઊભો રાખી ચેકીંગ કરતા થેલામાં સંતાડેલી દારૂની 10 બોટલો અને બિયરના 22 ટીન મળી આવ્યાં હતા. પાણશીણા પોલીસ દારૂ, બીયર, મોબાઈલ અને મોટરસાયકલ સહિત 35,200 રૂ.નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો