પાટડીમાં સને 1996માં એ વખતના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના વરદ હસ્તે પાટડી બેચરાજી રોડ પર વેલનાથ નગર સામેં અદ્યતન બસસ્ટેન્ડનું દબદબાભેર ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. પરંતુ આ બસસ્ટેન્ડ ગામથી ખૂબ દૂર હોવાની સાથે આ નવા બસસ્ટેન્ડમાં કેટલીક બસો ન આવતી હોવાથી આ બસસ્ટેન્ડ હાલમાં શોભાના ગાંઠીયા સમાન બનવા પામ્યું છે.
એસ.ટી.નિગમ દ્વારા આ બસસ્ટેન્ડમાં બનાવેલી 5થી 7 જેટલી દુકાનો પણ યોગ્ય તકેદારીના અભાવે જેસે થે સ્થિતીમાં જ ઉભી છે. એસટી વિભાગ દ્વારા આ બસસ્ટેન્ડમાં એક પણ કર્મચારી ના મુકાતા આ બસસ્ટેન્ડમાં મોટા ભાગની બસો ન આવતા આ બસસ્ટેન્ડ હાલમાં માત્ર શોભાના ગાંઠીયા સમાન બનવા પામ્યું છે. સાથે સાથે 26 વર્ષ અગાઉ બનાવાયેલું બસસ્ટેન્ડ હાલમાં ઢોર પુરવાનો વાડો બનવા પામ્યું છે. કારણ કે યોગ્ય તકેદારીના અભાવે આ બસસ્ટેન્ડમાં મુસાફરોના બદલે ઢોરોની સંખ્યા વધારે જોવા મળે છે.
અન્ય 3 પિક-અપ સ્ટેન્ડ પણ શોભાના ગાંઠીયા સમાન
પાટડીમાં કેટલાક વર્ષો અગાઉ દ્વારકેશ કોમ્પલેક્ષ સામેં એક પિક-અપ સ્ટેન્ડ બનાવાયા બાદ નગરપાલિકા દ્વારા પાટડી જૂના બસસ્ટેન્ડ પાસે અને ચાર રસ્તે મામલતદાર કચેરી બહાર બે અદ્યતન પિક-અપ સ્ટેન્ડ બનાવવા છતાં આ ત્રણેય પિક-અપ સ્ટેન્ડ પર બસો ઉભી ન રહેતા એ પણ માત્ર શોભાના ગાંઠીયા સમાન બનવા પામ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.