અકસ્માત:લખતરના ઓળક ગામ પાસે કારની આડે અચાનક આખલો આવી જતા વાહનને મોટું નુકસાન

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના નેશનલ હાઈવે ઉપર ઓળક ગામના પાટીયા પાસે પસાર થઈ રહેલી કારને આડે અચાનક આખલો ઉતરતા કારને મોટું નુકસાન થયું છે. પરંતુ સદનસીબે કારની અંદર બેસેલા વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની ઇજાઓ થઈ નથી.

સુરેન્દ્રનગર જિલ્લામાં અનેકવાર રખડતા પશુઓ અંગેની ફરિયાદો સામે આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની કાર્યવાહી કે રખડતા ઢોરને પકડવામાં ન આવતા હોવાના કારણે અનેકવાર અનેક મનુષ્યનો પણ આખલાઓએ ભોગ લીધો છે. આમ છતાં પણ આખલાઓ પકડવાની કામગીરી કરવામાં ન આવતી હોવાના કારણે શહેરમાં આડેધડ આખલાઓ રખડી રહ્યા છે. દિવસભર બે આખલાઓ વચ્ચે યુદ્ધ પણ થતા રહેતા હોય છે. ત્યારે લોકોને તેમજ અનેક વાહનોનો પણ બુકડો બોલાવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના નેશનલ હાઈવે ઉપર ઓળક ગામના પાટીયા પાસે પસાર થઈ રહેલી કારને આડે અચાનક આખલો ઉતરતા કારને મોટું નુકસાન થયું છે. પરંતુ સદનસીબે કારની અંદર બેસેલા વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની ઇજાઓ થઈ નથી. પરંતુ કારને મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર રખડતા ભટકતા ઢોરને પકડી અને પાંજરે પુરે તેવી લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...