બોગસ ડોક્ટર:ચોટીલાના લાખણકામાં ઘરમાં જ પ્રેક્ટિસ કરતો ગામનો બોગસ ડોક્ટર પકડાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવાખાનામાં કામ કરતાં દવાની જાણકારી મેળવીને ગામમાં દવાખાનું ખોલ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ગામમાં ડિગ્રી વગરના બોગસ ડોકટરો પ્રેકટીસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહયા હોવાનો એસઓજી પોલીસે પર્દાફાસ કર્યો છે. ત્યારે ચોટીલા તાલુકાના લાખણકા ગામમાં વગર ડિગ્રીએ લોકોને દવા આપીને પ્રેકટીસ કરતા ડોકટરને એસઓજીની ટીમે પકડી લીધો હતો. હોસ્પીટલોમાં કામ કરીને દવાની જાણકારીઓ મેળવી લીધા બાદ ટીવાય બીએ કરેલા યુવાને પોતાના ઘરે જ દવાખાનુ ખોલી નાખ્યુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાના અંતરીયાળ ગામોની સાથે બીજા ઘણા એવા ગામો છે જયા લોકોને સરકારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા નથી અને આથી દર્દીને લઇને ગામના લોકોને સારવાર માટે બીજા ગામ કે તાલુકા કક્ષાએ જવુ પડે છે. લોકોની આ મજબુરીનો લાભ લઇને બોગસ ડોકટરો ડિગ્રી લીધા વગર ગામમાં ડોકટર બની બેસતા હોય છે.

ત્યારે ચોટીલા તાલુકાના લાખણકા ગામમાં રહેતો દિપક સાર્દુલભાઇ માલકીયા પાસે ડિગ્રી ન હોવા છતા પ્રેકટીસ કરીને લોકોને દવા આપતો હોવાની હકીકત મળતા એસઓજી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનથી ઘનશ્યામભાઇ મસીયાવા,મગનલાલ રાઠોડ,યોગેન્દ્રસિંહ ચૌહાણ સહિતની ટીમે લાખણકા ગામે દરોડો પાડયો હતો.

જેમાં દિપક માલકીયા પાસે કોઇ ડિગ્રી ન હોવાનું જાણવા મળ્યુ હતુ. ઘરમાં તપાસ કરતા તેની પાસેથી એલોપેથીક દવાનો રૂ.8470નો જથ્થો પણ મળી આવ્યો હતો.આ બાબતે પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે તે છેલ્લા એક વર્ષથી પોતાના ગામમાં જ આવી રીતે ડોકટર બનીને લોકોને દવાઓ આપતો હતો. આટલુ જ નહી પરંતુ જો જરૂર જણાય તો દર્દીને બાટલો પણ પોતાના ઘરમાં જ ચડાવી દેતો હતો.

ધ્રાંગધ્રામાંથી સૌથી વધુ 11 પકડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પકડાયેલા બોગસ 39 ડોક્ટરો પૈકી સૌથી વધુ 11 બોગસ તબીબો ધ્રાંગધ્રા તાલુકામાંથી મળી આવ્યા હતા.ત્યારબાદ દસાડામાંથી 2 એમ બોગસ ડોક્ટરો ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...