તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:સાયલા તાલુકાના સુદામડા ગામે જમીન મામલે લોહીયાળ જંગ ખેલાયો, યુવકની તેના જ પિતરાઈ ભાઈએ હત્યા નિપજાવી

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયલા તાલુકાના સુદામડા ગામે જમીન મામલે લોહીયાળ જંગ ખેલાયો, યુવકની તેના જ પિતરાઈ ભાઈએ હત્યા નિપજાવી - Divya Bhaskar
સાયલા તાલુકાના સુદામડા ગામે જમીન મામલે લોહીયાળ જંગ ખેલાયો, યુવકની તેના જ પિતરાઈ ભાઈએ હત્યા નિપજાવી
  • હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરાઈ

આજના હળાહળ કળયુગમાં ભાઇઓ-ભાઇઓ વચ્ચે જમીનના ઝઘડા ક્યારેક હત્યાના બનાવમાં પરિણમે છે. આવો જ એક ગોઝારો બનાવ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે બનવા પામ્યોં છે. જેમાં સગા કાકાના દીકરાએ છરી તેમજ પાઈપ વડે ધા કરી હત્યા પોતાના ભાઇની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સાયલા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાછલા કેટલાક દિવસોથી ઝાલાવાડ પથંકમાં અંગત અગાવત કે જમીનના ઝઘડામાં સરિયામ હત્યાના બનાવના કિસ્સાઓ ચોંકાવનારી રીતે વધ્યાં છે. જેમાં આજના હળાહળ કળયુગમાં જમીન કે સંપતિના ઝઘડામાં ભાઇઓ-ભાઇઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાય છે. આવો એક સરેઆમ હત્યાનો બનાવ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે બનવા પામ્યો હતો. જેમાં સગા કાકાના દીકરાએ છરી તેમજ પાઈપ વડે ધા કરી હત્યા પોતાના ભાઇની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે.

એક જ પરીવારના લોકો વચ્ચે જમીન બાબતે ઝગડો થયો હતો. જેમાં આ લોહિયાળ જંગમાં સગા કાકાના દીકરાએ ઘનશ્યામસિંહ કનુભા ઝાલા ( ઉંમર વર્ષ 40, રહે- સુદામડા )ની છરી તેમજ પાઈપ વડે ધા કરી હત્યા કરી હતી. આ હત્યાના ગોઝારા બનાવની જાણ થતાં સાયલા પોલીસ મથકના પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ અને સાયલા મામલતદાર તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. આ બનાવ અંગે સાયલા પોલીસ હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ સાયલા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...