તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન મહાદાન:આદરીયાણામાં રક્તદાન કેમ્પનું આયોજન કરી 50 બોટલ રક્ત એકત્ર કરાયું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આદરીયાણામાં રક્તદાન કેમ્પનું આયોજન કરી 50 બોટલ રક્ત એકત્ર કરાયું - Divya Bhaskar
આદરીયાણામાં રક્તદાન કેમ્પનું આયોજન કરી 50 બોટલ રક્ત એકત્ર કરાયું
  • જીલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ કેમ્પમાં હાજર રહીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો

ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમ બાદ ચર્ચા દરમિયાન જીલ્લા સંગઠન પ્રમુખ જગદીશભાઇ મકવાણાએ કહ્યું હતુ કે, અત્યારે કોરોનાના આ કપરા કાળમાં રક્તદાન કેમ્પો નહીવત થતા હોવાથી યુવાનોએ રક્ત દાન કરવા આગળ આવવુ જોઇએ. એમના આ આહવાનને ભાજપના યુવા મોર્ચાના હાર્દિક રથવીએ સહર્ષ સ્વીકારીને કહ્યું કે, અમે આદરીયાણાના યુવાનો રક્ત આપીશુ, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇએ કહ્યુ હતું કે, તમે બધા યુવા મોર્ચાના યુવાનો મળીને 40 જેટલી બોટલો રક્ત આપશો તો, હું અને જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સદસ્ય દિલીપભાઇ પટેલ મળીને યુવાનોનો ઉત્સાહ વધારવા હાજર રહીશુ

આમ સહજ વાતચીતમાં જ કાર્યક્રમ બન્યોને ટૂંકી નોટીસથી માત્ર વોટ્સઅપના માધ્યમથી જ સુચના મળતા આદરીયાણા યુવા મોર્ચાના યુવાનો તેમજ ઝાડીયાણાના યુવાનો મળીને લભભગ 50 બોટલ રક્તદાન કર્યુ હતુ. આ અંગેના સમાચાર મળતા પાડીવાડા ગામના યુવા ઉપસરપંચ પણ રક્તદાન કરવા આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ઉદુભા ઝાલા, જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ ખેંગારભાઇ ડોડીયા, જીલ્લા યુવા મોર્ચાના મહામંત્રી ટમાલીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, તાલુકા ભાજપ પ્રમુખ સોનાજી ભારાણી સહીતના આગેવાનો યુવાનોના ઉત્સાહને વધારવા ખાસ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...