આજે જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં 68માં જન્મદિવસ નિમિત્તે વઢવાણ મેડિકલ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જણાવ્યું હતું કે, જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન એ ખરેખર પ્રશંસનીય બાબત છે. બ્લડ ડોનેશન કેમ્પ જેવી પ્રવૃતિઓ સમાજમાં સતત ચાલતી રહેવી જોઈએ. આ ખરેખર સરાહનિય કાર્ય છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જેમની પાસે રેશનકાર્ડ ના હોય તેવા સમાજના અત્યંત ગરીબો, શ્રમિકો અને રાજ્યમાં રહેતા પરપ્રાંતિય લોકો માટે અન્ન બ્રહ્મ યોજના ચાલુ કરી છે. આ યોજના હેઠળ 6 માસ માટે પ્રતિ માસ 10 થી 15 કી.ગ્રા. અનાજ વિનામૂલ્યે આ૫વામાં આવે છે. 6 માસ બાદ સમીક્ષા હાથ ધરી બીજા 6 માસ માટે લાભ આ૫વાની જોગવાઈ ૫ણ કરવામાં આવી છે.
સમાજના આવા જરૂરિયાતમંદ લોકોને આ યોજનામાં જોડવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે માટે ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. આ તકે મંત્રીનું વિવિધ અગ્રણીઓ દ્વારા અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અમથુભાઈ, કોઠારીયા મહંત લાભુગીરીબાપુ, અગ્રણી સર્વ પ્રદીપભાઈ, નાગરભાઈ, મુકેશભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.