અકસ્માતે મોત:પાટડીના રાજપર ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડી બ્રહ્મ સમાજના આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ગમગીનીનો માહોલ - Divya Bhaskar
પાટડી બ્રહ્મ સમાજના આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ગમગીનીનો માહોલ
  • બ્રહ્મ સમાજના આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ગમગીનીનો માહોલ
  • બજાણા પોલિસે વાહનચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

પાટડીના રાજપર ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે પાટડીના બાઇક સવારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. પાટડી બ્રહ્મ સમાજના આશાસ્પદ યુવાનના અકસ્માતમાં મોતની ઘટના બાદ એના મિત્રો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પાટડી શ્રીનાથજી સોસાયટી ખાતે રહેતા અને ટ્રેક્ટરની કંપનીમાં કામ કરતા ધર્મેન્દ્રભાઇ મનસુખભાઇ જાની કંપનીના કામે મજેઠી કામલપુરના રસ્તે બાઇક લઇને જઇ રહ્યાં હતા. ત્યારે સામેથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા એનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

પાટડી બ્રહ્મ સમાજના આશાસ્પદ યુવાનના અકસ્માતમાં મોતની ઘટના બાદ એના મિત્રો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પાટડીના યુવાનના મોતથી પરિવારમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલિસ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...