તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રકઝક:લીંબડી શહેરના ખંધારપા વિસ્તારમાં રહેતા 65 વર્ષના આધેડનું હોસ્પિટલમાં કોરોનાથી મોડી રાત્રે મોત, પરિવારે લાશ ઘરે લઇ જવાનું કહેતા મામલો બિચક્યો

સુરેન્દ્રનગર8 દિવસ પહેલા
એમને દવાખાને લાવ્યા એટલે જ મોતને ભેટ્યાં : આધેડ મહિલાનો આક્રોશ
 • એમને દવાખાને લાવ્યા એટલે જ મોતને ભેટ્યાં : આધેડ મહિલાનો આક્રોશ
 • કોરોના પોઝિટિવ દર્દીની લાશને ઘેર લઇ જવા માટે પરિવારજનોનો આગ્રહ કરાતા રકઝક

સુરેન્દ્રનગર શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા 3636 પર પહોંચી છે. અને હાલમાં સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 180ની છે. અને સુરેન્દ્રનગર જીલ્લામાં અત્યાર સુધીમાં 229 દર્દીઓ કોરોના વાયરસના કારણે અકાળે મોતને ભેટ્યા છે.

અંદાજે બે કલાક સુધી લાશ બહાર રઝળતા રકઝક થઇ
સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી અને લખતરના પીએસઆઇ સહિત ચાર પોલીસ જવાનો કોરોના પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી શહેરના ખંધારપા વિસ્તારમાં રહેતા 65 વર્ષના આધેડનું કોરોનાથી મોડી રાત્રે મોત નિપજ્યું હતુ. કોરોના પોઝિટિવ દર્દીની લાશને ઘેર લઇ જવા માટે પરિવારજનોનો આગ્રહ કરાતા અંદાજે બે કલાક સુધી લાશ બહાર રઝળતા રકઝક પણ થઇ હતી.

સુરેન્દ્રનગર જીલ્લામાં ફરી કોરોના વાયરસનુ સંક્રમણ
આ આધેડને કોરોના પોઝિટિવ બાદ હોમ આઈસોલેશનમાં રખાયા બાદ અચાનક તબિયત લથડતાં આધેડને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ બનાવમાં કોરોના પોઝિટિવ દર્દીની લાશને ઘેર લઇ જવા માટે પરિવારજનોનો આગ્રહ કરાતા અંદાજે બે કલાક સુધી લાશ બહાર રઝળતા રકઝક પણ થઇ હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ફરી કોરોના વાયરસનુ સંક્રમણ વધતા લોકોમાં ચિંતા જોવા મળી હતી. લીંબડીમાં કોરોનાના લીધે આધેડના મોત બાદ તેના પરિવારજનોએ હોસ્પિટલમાં જ હલ્લાબોલ સાથે દેકારો મચાવતા હોસ્પિટલ સ્ટાફને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અને જણાવ્યું હતુ કે એમને દવાખાને લાવ્યા એટલે જ મોતને ભેટ્યાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો