અકસ્માત:ચોટીલામાં રસ્તા પર રમતી 4 વર્ષની બાળકીને ઈકો ગાડીએ અડફેટે લીધી, ઘટના સીસીટીવીમાં કેદ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
ચોટીલામાં રસ્તા પર રમતી 4 વર્ષની બાળકીને ઈકો ગાડીએ અડફેટે લેતા અકસ્માત સર્જાયો
  • આ અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજા પહોંચી, ચાલક ફરાર
  • પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગરના ચોટીલામાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચોટીલાના મફતીયા પરા-2માં દુધેલી રસ્તા પર ઈકો ગાડીએ એક બાળકીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 વર્ષની બાળકી શિવાનીને ગંભિર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.

અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો

સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ચોટીલામાં એક ઈકો ગાડીએ રસ્તા પર રમી રહેલી એક 4 વર્ષની બાળકીને અડફેટે લેતા બાળકીને ગંભિર ઈજાઓ પહોંચી હતી. જેથી બાળકીને સારવાર માટે પ્રથમ ચોટીલાની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જોકે, અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. અકસ્માત સર્જીને ઈકો કાર સાથે ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કર્યા બાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની ઘટનામાં અકસ્માત સર્જનાર ગાડી ચાલક બાજુના ગામનો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અકસ્માતની ઘટના બાદ ઘાયલ બાળકીના પરિવારજનો અને આજુબાજુના પાડોશીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...