તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતની ક્રાન્તીકારી શોધ:પાટડીના એરવાડા ગામના 12 ધોરણ ભણેલા ખેડૂતે મજૂરો વગર ખેતી કરી શકાય તેવા ઓટોમેટીક મશીનોની શોધ કરી, અઢળક એવોર્ડ પ્રાપ્ત કર્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • ખેડૂતે કાલા વીણવાનું મશીન, પાવણીયો, ખાલા પુરવાનું મશીન, થ્રેસર મશીન અને મોટરસાયકલ પર દવા છાંટવાના પંપની શોધ કરી
 • પ્રગતિશીલ ખેડૂતે કૃષિક્ષેત્રે અવનવી ક્રાન્તીકારી શોધ કરી નામના મેળવી

હાલમાં કોરોના વાયરસના પગલે ખેતરમાં મજૂરો એકઠા કરવા શક્ય નથી ત્યારે પાટડી તાલુકાના એરવાડા ગામના 12 ધોરણ ભણેલા ખેડૂતે મજૂરો વગર ઓટોમેટીક મશીનોની શોધ કરી ક્રાંતિ સર્જી છે. જેમાં આ ખેડૂતે કાલા વીણવાનું મશીન, પાવણીયો, ખાલા પુરવાનું મશીન, મોટરસાયકલ પર દવા છાંટવાનો પંપ અને થ્રેસર મશીનની શોધ કરી ખેડૂતોનું કામ આસાન કરી દીધું છે.

ભારત દેશ કૃષિક્ષેત્રે ઉત્તરોત્તર હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે ગુજરાતના સાહસીક અને પ્રગતિશીલ ખેડૂતે કૃષિક્ષેત્રે અવનવી ક્રાન્તીકારી શોધ કરી નામના મેળવી છે. એમાય ગુજરાતના ખેડૂતો મુખ્યત્વે કપાસની ખેતી પર નિર્ભર રહેતા હોય છે. કાલા વિણવા માટે ખેતરોમાં મજૂરો પાસે કામ કરાવવું એ ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા જેવુ અઘરૂ કામ છે. અને બીજી બાજુ હાલમાં કોરોના વાયરસના કારણે ખેતરમાં ખેતી કામ માટે મજૂરો મળવા ખુબ મુશ્કેલ છે. ત્યારે રણકાંઠાના સૌથી છેવાડે આવેલા એરવાડા ગામનાં માત્ર 12 ચોપડી ભણેલા સામાન્ય ખેડૂત નટુભાઇ વઢેરે રાત-દિવસની અથાગ મહેનત બાદ ટ્રેક્ટરથી ચાલતુ કપાસ વિણવાનું મશીન બનાવી કૃષિક્ષેત્રે ક્રાન્તિકારી શોધ દ્વારા નામના મેળવી હતી.

સામાન્ય રીતે એક મજૂર એક કલાકમાં એક મણ કાલા વીણી શકે છે. જ્યારે આ મશીનથી કલાકમાં ત્રણથી ચાર વીઘા વિસ્તારના કાલા વીણી શકાય છે. પાટડી તાલુકાના એેરવાડા ગામનાં સાહસીક ખેડૂતે નવરાશની પળોમાં આટલેથી ના અટકતા કૃષિ ક્ષેત્રે કાલા વીણવાનું મશીન, પાવણીયો, ખાલા પુરવાનું મશીન તથા મોટર સાયકલ પર ખેતરમાં દવા છાંટવાના પંપ અને થ્રેસર મશીન સહિત કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિકારી શોધો કરી નામના મેળવી છે.

પાટડીનો 12 પાસ ખેડૂત IIM અને IITના વિદ્યાર્થીઓને ઓનલાઇન અનુભવના પાઠ ભણાવે છે
એરવાડાના માત્ર 12 ચોપડી ભણેલા ખેડૂત નટુભાઇ વઢેરને જીટીયુ યુનિવર્સિટી દ્વારા 2013માં માનદ પ્રોફેસરની પદવી એનાયત કરાયા બાદ એ છેલ્લા સાત આઠ વર્ષથી અમદાવાદ ખાતે IIM અને દેશભરમાંથી આવેલા IITના વિદ્યાર્થીઓને અનુભવના પાઠ ભણાવે છે. સૃષ્ટિ દ્વારા દેશના ઇનોવેટીવ ખેડૂતમાં સામેલ થયેલા ખેડૂત નટુભાઇ વઢેર હાલમાં કોરોના વાયરસના કારણે આ ગ્રામ્ય પથંકનો ખેડૂત દેશભરના IIM અને IITના વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસમાં સમર પ્રોજેક્ટમાં કૃષિના પાઠ ભણાવે છે.

ખેડૂત પર એવોર્ડનો વરસાદ
કૃષિના રૂષિનું બિરૂદ પામેલા યુવાન ખેડૂત નટુભાઇ વઢેરને 2006માં સૃષ્ટિ એવોર્ડ, 2007માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સરદાર પટેલ એવોર્ડ, 2012માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે એવોર્ડ, 2016માં જૂનાગઢ ઇનોવેટીવ ફાર્મર્સ મીટમાં પ્રમાણપત્ર આપી નટુભાઇ વઢેરનું સન્મ‍ાન કરવામાં આવ્યું હતુ.

દેશના શ્રેષ્ઠ ઇનોવેટીવ ખેડૂતના એવોર્ડ માટે નોમીનેટ કરાયા
આ અંગે નટુભાઇ વઢેર જણાવે છે કે, ભારત સરકારના કૃષિ વિભાગમાં નોન ઓફિશીયલ પોસ્ટમાં દેશના બે શ્રેષ્ઠ ઇનોવેટીવ ખેડૂતની પસંદગી કરાઇ હતી. જેમને દેશના વિવિધ રાજ્યોની કૃષિ યુનિવર્સિટીમાં જઇને લેક્ચર લેવાના હોય છે. એમણે કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની પણ અનેક વખત રૂબરૂ મુલાકાત લીધી છે. છેલ્લે ખેડૂત નટુભાઇ વઢેરે 29મી મેના રોજ IIMના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ક્લાસીસમાં ભાગ લીધો હતો.

હું આ વિદ્યાર્થીઓને હિન્દીમાં મારા જીવનની યાદગાર સફર વર્ણવુ છું: નટુભાઇ વઢેર
હું અમદાવાદ આઇઆઇએમ કેમ્પસમાં દેશભરની આઇઆઇટી અને આઇઆઇએમના વિદ્યાર્થીઓને હિન્દીમાં મારા જીવનની યાદગાર સફર વર્ણવુ છું. જેમાંથી 80% વિદ્યાર્થીઓ તો આખો કન્સેપ્ટ સરળતાથી સમજી લે છે. અને બાકીના વિદ્યાર્થીઓ એમના સાથી મિત્રો પાસેથી આખો કન્સેપ્ટ ઇઝીલી સમજી લે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો