વઢવાણના રાજવીએ 100 વર્ષ પહેલા પુસ્તકાલય બનાવ્યુ હતુ.આ પ્રાચિન પુસ્તકાલયમાં 10,000 પુસ્તકો અને 300થી વધુ ખાતેદારો હોવા છતા બંધ કરાયુ છે. આથી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકા શહેરની મધ્યમાં આવેલા પુસ્તકાલયમાં શરૂ કરે તેવી લાગણી અને માંગણી છે.
વઢવાણના રાજવી જોરાવરસિંહજી નામથી પુસ્તકાલય બનાવવામાં આવ્યુ હતુ.વઢવાણ શહેરની મુખ્ય બજારમાં આવેલુ પુસ્તકાલય હોવાથી મોટી સંખ્યામાં વાંચકો આવતા હતા.પરંતુ સુરેન્દ્રનગર-દુધરેજ- વઢવાણ સંયુક્ત નગરપાલિકા બનતા શહેર મધ્યનુ 100 વર્ષ પુરાણુ પુસ્તકાલય બંધ કરાયુ છે.
આ અંગે વાંચન પ્રેમી કાસમભાઇ, પરેશભાઇ પરીખ, મનોજભાઇ દવે વગેરેએ જણાવ્યુ કે નગરપાલિકાએ વૈકલ્પીક વ્યવસ્થા કર્યા વગર પુસ્તકાલય બંધ કર્યુ છે.આ પુસ્તકાલયમાં 10,000 પુસ્તકો છે જેમાં નવલકથા, નાટકો, ઐતિહાસિક, ધાર્મિક પુસ્તકો સહિતના વિવિધ પ્રકારના પુસ્તકો છે.
જેને વાંચવા માટે 300 ખાતેદારો ફી ભરીને પુસ્તકો વાંચે છેપરંતુ ગત આઠ મહિનાથી આ પુસ્તકાલય બંધ છે.આ અંગે સુધરાઇ સભ્યો અને અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને પુસ્તકાલય શરૂ કરાવે તેવી માંગ છે.
વઢવાણ શહેરની મુખ્યબજારમાં જ ઐતિહાસિક પુસ્તકાલય બંધ છે. ત્યારે શાકમાર્કેટ અને મુખ્ય બજારમાં મહિલાઓ મોટી સંખ્યા આવે છે. આથી મહિલા લાયબ્રેરીની પણ માંગ ઉઠી છે.જેમાં મહિલાઓની પ્રવૃતિ પોઝિટીવ વાર્તાઓની વ્યવસ્થા કરાય સાથે આ બંધ પુસ્તકાલય પુન:ચાલુ કરાવવા માંગ ઉઠી છે.
પુસ્તકાલય ઉતારી લેવા આદેશ થયો હતો
પુસ્તકાલય અધિકારી છત્રપાલસિંહ ઝાલાએ જણાવ્યું કે, ભુકંપમાં જર્જરીત પુસ્તકાલય ઉતારી લેવાના આદેશ થયો હતો. હાલ પુસ્તકો સુરક્ષિત છે અને વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં લઇ જવામાં આવ્યા છે.આ પુસ્તકાલયને શરૂ કરવા રજૂઆત આવતા ચેરમેન સહિત જવાબદારોને જાણ કરી છે. પુસ્તકાલય સાત આઠ માસથી બંધ છે પરંતુ ઝડપથી શરૂ થાય તેવી વૈકલ્પીક વ્યવસ્થાના આદેશ થશે તો ફરી શરૂ કરીશુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.