વઢવાણ APMC ચૂંટણી:ખેડૂત વિભાગમાં 99.3 ટકા ખરીદ-વેચાણ મંડળીમાં 87.76 ટકા મતદાન

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 16 બેઠક માટે 59 ફોર્મ ભરાયા હતા. આ ચૂંટણીમાં અગાઉ વેપારી પેનલ બિનહરીફ થઇ હતી. પરિણામે ખેડૂત વિભાગની 10 બેઠક માટે 19 અને ખરીદ-વેચાણ મંડળીની 2 બેઠક માટે 3 ઉમેદવાર વચ્ચે જંગ જામતા 7 ઓગસ્ટે વઢવાણ એપીએમસીમાં યોજાતા ખેડૂત વિભાગમાં 99.3 ટકા અને ખરીદ-વેચાણ મંડળીમાં 87.76 ટકા મતદાન થયું હતું.

વઢવાણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ખેડૂત મતદાર વિભાગ-10 બેઠક, વેપારી પેનલની -4 તેમજ ખરીદ-વેચાણ મંડળીની -2 સહિત કુલ 16 બેઠક માટે ચૂંટણી જંગ જામ્યો હતો. આ ચૂંટણીમાં ખેડૂત પેનલની બેઠકોમાં-47, ખરીદ-વેચાણ મંડળીની બેઠકોમાં-6 અને વેપારી પેનલની બેઠકમાં-6 સહિત કુલ 59 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ 59માંથી 37 જેટલા ફોર્મ પરત ખેંચાયા હતા.

પરિણામે 29 ઓગસ્ટે આ દિવસે યાર્ડમાં ભાજપ પ્રેરિત વેપારી મતદાર વિભાગની પેનલ બિનહરીફ થઇ હતી. આથી ખેડૂત વિભાગની 10 બેઠક પર 19 અને ખરીદ-વેચાણ મંડળીની 2 બેઠક માટે 3 સહિત કુલ 22 ઉમેદવાર જંગ જામ્યો હતો. ખેડૂત વિભાગની 10 બેઠક માટે 570 મતદારોમાંથી 502 પુરૂષ અને 64 સ્ત્રી સાથે કુલ 566 સાથે 99.3 ટકા મતદાન થયું હતું.

ખરીદ વેચાણ મંડળીની 2 બેઠક માટે 245 મતદારમાંથી 194 પુરૂષ, 21 સ્ત્રી સાથે કુલ 215 સાથે 87.76 ટકા મતદાન થયું હતું. ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર વી.આર.કપૂરિયા, નિલેશભાઈ મેણીયા, એપીએમસીના સેક્રેટરી ડી.બી.ચુડાસમા, પોલીસ સ્ટાફ ખડે પગે રહ્યો હતો. ખેડૂત વિભાગના 4 અને ખરદી વેચાણ મંડળી વિભાગના 30 સહિત કુલ 34 મતદારો મતદાન કરવા આવ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...