વેક્સિનેશન:જિલ્લામાં શનિવારે 9738એ રસી લીધી, કુલ રસીકરણ 11.31 લાખ

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લામાં 13 નવેમ્બરે રસીકરણમાં 66 કેન્દ્ર પર 9738 લોકોએ રસી મૂકાવી હતી. પરિણામે અત્યાર સુધીમાં કુલ 10.36 લાખ પુરૂષો તેમજ 9.21 લાખ મહિલાઓ સાથે કુલ 19.58 લાખ લોકોનું રસીકરણ થયું હતું. જિલ્લામાં શનિવારે 66 કેન્દ્ર પર 1110 પ્રથમ તેમજ 8628 બીજા ડોઝ સાથે કુલ 9738 લોકોએ રસી મૂકાવી હતી.

પરિણામે જિલ્લામાં કોવિશિલ્ડની 17,34,783 અને કોવેક્સિનની 2,23,774 રસી સાથે કુલ 19,58,557 લોકોનું રસીકરણ થયુ હતુ. જેમાં કુલ 10,36,627 પુરૂષો અને 9,21,630 મહિલાઓએ રસીનો લાભ લીધો હતો. જિલ્લાના 18-44 વયના 11,68,595, 45-60ની ઉંમરના 4,94,209 અને 60થી ઉપરની વયના 2,95,753 લોકોનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ 11,31,369 લોકોએ તેમજ 8,27,188 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

2 દિવસ સતત કેસ આવ્યા બાદ શનિવારે એક પણ કેસ નહીં
જિલ્લામાં 150 દિવસ બાદ કોરોનાએ દેખા દીધી હતી.જેમાં ધ્રાંગધ્રાના વૃધ્ધા અને વૃધ્ધને પોઝિટિવ આવ્યો હતો.જ્યારે એક શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો હતો.ત્યારે શનિવારે રાહતના સમાચાર આવ્યા હતા.જેમાં 1305 કોરોના ટેસ્ટ કરાતા એક પણ નવો કેસ સામે આવ્યો ન હતો.હાલ જિલ્લામાં ત્રણ લોકો હોમ આઇસોલેશનમાં છે. સતત 2 કેસ સામે આવ્યા બાદ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. જેમાં 1168 લોકોના આરટીપીસીઆર, 137 લોકોના એન્ટીજન એમ કુલ 1305 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા.જેમાં એક પણ નવો કોરોના કેસ સામે ન આવ્યો હતો.આમ કોરોના મિટર 7402 પર સ્થિર રહ્યું હતું. હાલ લોકોને કોરોના સંક્મણ ન ફેલાય માટે પહેલા જેમ નિયમોના પાલનની તાતી જરૂરીયાત છે.

અન્ય સમાચારો પણ છે...