તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:શનિવારે 6500 ડોઝની ફાળવણી સામે 9461એ રસી લીધી

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાન રસીકરણ કેન્દ્રો પર લોકોની રસી માટે ભીડ જામી હતી. - Divya Bhaskar
થાન રસીકરણ કેન્દ્રો પર લોકોની રસી માટે ભીડ જામી હતી.
  • જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ રસી કેન્દ્રો પર ભીડ સર્જાતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગારા, કુલ 5,57,566નું રસીકરણ
  • શનિવાર-રવિવાર 2 દિવસ માટે રસીનો 13000નો ડોઝ, કેટલાક કેન્દ્રો પર પ્રથમ તો કેટલાક કેન્દ્રો પર બીજો જ ડોઝ અપાતા 30 ટકા લોકોને ધક્કો થયો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસ બંધ રહેલા રસીકરણની કામગીરી શનિવારે હાથ ધરાતા જિલ્લાના તાલુકા તેમજ ગ્રામ્ય પંથકોમાં સ્ટોકની ફાળવણી સામે લોકોની સંખ્યા વધી જવાનો ઘાટ સર્જાતા અનેક સેન્ટરો પર ભીડ સાથે ડિસ્ટન્સના પણ ધજાગારા ઉડ્યા હતા. શનિવારે સાંજના 7 સુધીમાં 9461 લોકોએ રસી મુકાવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં 7થી 9 જુલાઈ સુધી રસીકરણની કામગીરી બંધ રહી હતી. શનિવારે આ કામગીરી શરૂ થતા શનિ-રવિ એમ બે દિવસ માટે જિલ્લામાં 13000નો ડોઝ આવ્યો હતો. જેની સામે શનિવારે 6500નો ડોઝ સાથે 71 કેન્દ્ર પર રસીકરણ હાથ ધરાયું હતું. કેટલાક સિટી વિસ્તારો તેમજ તાલુકા મથકના વિસ્તારોમાં રસી ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વઢવાણ ઘરશાળા અર્બન હેલ્થ સેન્ટર, ગાંધી હોસ્પિટલ, કૃષ્ણનગર સહિતના સેન્ટર પર રસી ખૂટતા બીજી રસી લેવા દોડવાનો ઘાટ સર્જાયો હતો.

થાનગઢમાં તમામ રસી કેન્દ્રો પર વેક્સિન સવારથી જ લાઇન લગાવી હતી. થાનગઢ તાલુકાની અંદર ખાલી ગામડાની અંદર વેક્સિન દેવાનો ઉપલા અધિકારી દ્વારા આદેશ હોવાનું ડોક્ટર જણાવતા અને ચાર-પાંચ દિવસથી કામકાજ છોડી રસી માટે ધક્કા ખાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. તાલુકા હેલ્થ કચેરી પહોંચતા વેક્સિન નથી એવું જણાવતા પ્રજાએ હોબાળો બોલાવ્યો હતો.

આ અંગે ડોક્ટરે જણાવ્યું કે તેમને જે પ્રમાણમાં વેક્સિન જોઈએ છે તે મળતી નથી. ઉપલા અધિકારીના આદેશ પ્રમાણે અમારે કામ કરવું પડે તમે છે. અત્યારે તો ગામડામાં દેવાની છે થાન સીટી વેક્સિન એકપણ છે નહીં. જિલ્લામાં શનિવારે સવારના 9થી સાંજના 7 કલાક દરમિયાન 9461 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં 4,54,107 પ્રથમ તેમજ 1,03,559 બીજા ડોઝ સાથે કુલ 5,57,566 લોકોનુ રસીકરણ થયુ હતુ.

જેમાં 2,97,221 પૂરૂષો અને 2,60,231 મહિલાઓ રસી લેતા 4,71,577 લોકોએ કોવિશિલ્ડ તેમજ 85,989 લોકોએ કોવેક્સિનનો ડોઝ લીધો હતો. જિલ્લામાં 18-44 વયના 2,28,113, 45-60ની ઉંમરના 1,88,354 તેમજ 60થી ઉપરની ઉંમર ધરાવતા 1,41,069 લોકોનું રસીકરણ થયું હતું. જિલ્લામાં 13000ની સામે શનિવારે જ 9500 જેટલો સ્ટોક ખલાસ થઇ ગયો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણિકુમાર પ્રસાદે જણાવ્યું કે, શનિવારની રાત્રે રસીનો સ્ટોક આવશે. જો કદાચ ન આવે તો બાકી જે રહેલો અંદાજે 3500 સ્ટોક રહેશે તેનાથી રવિવારે રસીકરણની કામગીરી કરાશે. શનિવારે રસીનો સ્ટોક ખૂટ્યો હોય તેવી કોઇ ફરિયાદ અમારે ધ્યાને આવી નથી.

અન્ય સમાચારો પણ છે...