તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ઝાલાવાડમાં જમીન માપણીમાં ક્ષતિની 2 વર્ષમાં 9256 અરજી, 3095 અરજી હજુ પણ પેઇન્ડિંગ

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વઢવાણ તાલુકામાં1629 અને થાનમાં 246 અરજી થઇ

જિલ્લામાં અંદાજે ત્રણ વર્ષ પહેલા જમીનની માપણી કરવામાં આવી હતી. પરંતુ માપણી સમયે ખુબ જ ક્ષતીઓ રહી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.અને આથી જ છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં 9256 ખેડૂતોએ પોતાની જમીન માપણીમાં ભૂલ હોવાની અરજીઓ કરી હતી. પરંતુ ખેડૂતો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયેલા આ પશ્નની 3095 અરજી હજુ પણ પેઇન્ડીંગ હોવાની વિગતો બહાર આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના અનેક સળગતા પશ્નો છે. જેમાં ખાસ કરીને ઉત્પાદનના પોશણક્ષમ ભાવ,ખરા સમયે પાણીની જરૂર,કેનાલો તુટવી સહિતની મુશ્કેલીઓ ખેડૂતોને સતાવી રહી છે.

આવા સમયે વધુ એક મુશ્કેલીનો વધારો થયો છે.જેમાં સરકારે અંદાજે ત્રણેક વર્ષ પહેલા જિલ્લાની જમીનની સેટેલાઇથી માપણી કરી હતી. પરંતુ યોગ્ય રીતે માપણી ન કરવામાં આવી હોય કે અન્ય કોઇ કારણથી માપણીમાં અનેક ક્ષતીઓ રહી ગઇ હતી. જેને લઇને કેટલાક ખેડૂતોની જમીન સરકારી ચોપડે ઓછી થઇ ગઇ હતી તો કેટલાકની જમીન વધી પણ ગઇ હતી.આથી જમીન માપણીમાં સુધારો કરાવવા માટે ખેડૂતો સરકારી કચેરીના પગથીયા ઘસતા થઇ ગયા હતા.

આ બાબતે ચોટીલાના ધારાસભ્ય રૂત્વીકભાઇ મકવાણાએ આ બાબતે પુછેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવવામાં આવ્યુ હતુ કે છેલ્લા 2 વર્ષમાં 9256 ખેડૂતોએ જમીન માપણીમાં ક્ષતી હોવા બાબતે અરજી કરી હતી. જે પૈકી 6161 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. જયારે 3095 અરજી હજુ પેઇન્ડીંગ છે. જિલ્લામાં સૌથી વધુ વઢવાણમાં 1629 અને સૌથી ઓછી થાનમાં 246 અરજી કરવામાં આવી છે.

તાલુકા વાઈસ 2 વર્ષમાં મળેલી અરજીઓ

તાલુકો2019ની અરજીઓ2020ની અરજીઓકુલ અરજી
લીંબડી290337627
ચુડા423150573
થાનગઢ15492246
લખતર369243612
મુળી540278818
દસાડા7034961199
વઢવાણ10775521629
ધ્રાંગધ્રા7834311214
ચોટીલા5975521149
સાયલા8003891189
કુલ573635209256
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો