બોર્ડ પરિણામ:ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.23% પરિણામ, 59ને A-1 ગ્રેડ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડમાં સામાન્ય પ્રવાહના પરિણામમાં 2 વર્ષમાં 10.51%નો વધારો: રાજ્યમાં જિલ્લો 8મા ક્રમે

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સમય બાદ 3 વર્ષે શાળા કોલેજો ધમધમતી થઇ છે. ત્યારે 1 વર્ષના ગેપ બાદ 2022ની બોર્ડની પરીક્ષાઓ માર્ચ એપ્રિલ દરમિયાન યોજાઇ હતી. જેમાં જિલ્લાના 8098 વિદ્યાર્થીએ ધો.12ની સામાન્ય પ્રવાહ પરીક્ષા આપી હતી. જેનું શનિવારે પરિણામ જાહેર થતાં જિલ્લાનું 91.23 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં 59 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. 2021માં કોરોનાને લઇ માસ પ્રમોશન થતાં જિલ્લાનું 100 ટકા પરિણામ હતુ. પરંતુ છેલ્લા 3 વર્ષમાં જિલ્લાનું પરિણામ 10.51 ટકા વધારો થયો છે.

હાલ કોરોનાના કોઇ કેસ ન હોવાથી શાળાઓ કોલેજો ખુલ્લી મુકાતા ફરી ધમધમતી થઇ હતી. ત્યારે 2022ની બોર્ડની પરીક્ષા તા.28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન યોજાઇ હતી.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના 13 કેન્દ્ર પર 42 સ્થળે ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હાલ વેકેશન ચાલી રહ્યુ હોવાથી પરિણામની રાહમાં હતા. ત્યારે શાનિવારના રોજ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનું 91.23 ટકા પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષા આપનાર પૈકી 8049 વિદ્યાર્થીમાં પાસ થયા જેમાં 59ને A-1 ગ્રેડ પ્રાપ્ત થયો હતો.

જિલ્લા વાઇઝ પરિણામમાં સુરેન્દ્રગર જિલ્લો રાજ્યમાં આઠમા ક્રમાંકે રહ્યો હતો. જે છેલ્લા 3 વર્ષમાં પરિણામાની સરખામણી કરીએ તો માસ પ્રમોશન બાદ જિલ્લાના પરીણામમાં 10.51 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લો એક સ્ટેપ આગળ વધી 9મા ક્રમાંકેથી આઠમા ક્રમાંકે પહોંચી ગયો છે.

SN વિદ્યાલય સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ A-1 ગ્રેડ ધરાવતી શાળા
શહેરની એસ.એન.વિદ્યાલય જિલ્લામાં સૌથી વધુ A-1 ગ્રેડ ધરાવતી શાળા બની છે. સંચાલક સુનીલભાઇ મોટકાએ જણાવ્યુ કે શાળાના દાઉદી હુસેન, મકવાણા ભાર્ગવ, થારેશા હીરેનકુમાર, સોની કૌશલકુમાર, ઠક્કર મીતકુમાર, પરમાર સત્યરાજસિંહ, વાઢેર ઓમભાઇ, દાઉદી મુર્તુઝા, કાનાણી હીરવા, ડાભી હર્ષરાજસિંહને A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

ગ્રેડ વાઇઝ વિદ્યાર્થીઓ

ગ્રેડવિદ્યાર્થીઓ
એ-159
એ-2885
બી-11981
બી-22139
સી-11571
સી-2653
ડી50
5

​​​​​​

અન્ય સમાચારો પણ છે...