વેક્સિનેશન:બુધવારે 8688એ રસી મુકાવી રસીકરણ 14.85 લાખને પાર

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 10.36 લાખે પ્રથમ અને 4.48 લાખનું બન્ને ડોઝનું રસીકરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે 60 કેન્દ્ર પર 8,688 લોકોએ રસી લીધી હતી. આમ સતત 3 દિવસથી રસીકરણને વેગ મળતા અત્યાર સુધીમાં કુલ 14.85 લાખથી વધુએ લોકોએ રસીનો લાભ લીધો હતો.જેમાં 10.36 લાખ લોકોએ પહેલો ડોઝ જ્યારે 4.48 લાખ લોકોએ બન્ને ડોઝ પૂરા કરી લીધા છે.

સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં રસીકરણને વેગ મળે અને વધુમાં વધુ લોકો રસીકરણમાં આવરી લેવાય તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે. જેમાં સામાજિક સંસ્થાઓની મદદથી રસીકરણ કેમ્પ, રાત્રિ રસીકરણ, ડોર ટુ ડોર રસીકરણ સહિત કાર્યક્રમો થકી લોકોને રસી આપવામાં આવી રહી છે. જ્યારે ઝાલાવાડ વાસીઓએ પણ તંત્રને સહકાર આપતા રસીકરણ વેગવંતુ બન્યું છે. ત્યારે બુધવારના રોજ જિલ્લાના 60 રસીકરણ કેન્દ્ર પર 8,688 લોકોએ કોરોનાથી રક્ષણ આપતી રસીમુકાવી હતી. આથી જિલ્લામાં રસીકરણનો આંક 14,85,069 પર પહોંચી ગયો છે. પ્રથમ ડોઝ લેવામાં 10,36,138 લોકો જોડાયા છે. 4,48,931 લોકોએ બન્ને ડોઝ મુકાવ્યા છે. આ રસીકરણ માટે 12,99,930 કોવિડશિલ્ડ, 1,85,139 કોવેક્સિન રસીના ડોઝનો ઉપયોગ થયો છે. આ કુલ રસીકરણના જિલ્લાભરના આંકમાં 7,84,935 પુરુષ, 6,99,907 મહિલા રસીકરણ અભિયાનનો ભાગ બની છે. 18થી 44 વયના 8,34,885 લોકો, 46થી 60ની વયના 3,97,988 લોકો અને 60થી વધુની ઉમરના 2,52,196 લોકોએ રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...