સફળ આયોજન:2 વર્ષ બાદ મેળો યોજાતાં તરણેતર ગ્રામ પંચાયતને 85.50 લાખની આવક થઇ

થાન19 દિવસ પહેલા
  • કૉપી લિંક

થાનગઢના તરણેતર ગામે કોરોનાના 2 વર્ષ બાદ ભાતીગળ તરણેતરિયા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી મેળાના માણીગરોએ મનભરીને માણવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. મેળામાં સ્ટોલ અને રાઇડની વિતરણ થકી ગ્રામ પંચાયતને 85.50 લાખની આવક થઇ હતી. કોરોનાના 2 વર્ષ બાદ વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મંદિર અને ગ્રામ પંચાયત દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ભાતીગળ તરણેતર મેળાનું ભવ્ય આયોજન જિલ્લા કલેકટ કે.સી. સંપત દેખરેખમાં કરવામાં આવ્યું હતું.

આ વર્ષ મોટો પડકાર હતો કે 2 વર્ષ બાદ મેળાનું આયોજન થતા અને વઢવાણ અને રાજકોટનો મેળા પૂરો થતા મોટી સંખ્યાની અંદર માણસો ઉમટી પડ્યા હતા. અહીં ઋષિ પાંચમે કુંડમાં અંદર ગંગાજી નીકળતા હોવાની માન્યતાને લઇ હજારોની સંખ્યામાં લોકો ઉમટતા 4થી 5 લાખ માણસ આવ્યા હતા. જ્યારે મેળાની અંદર રોજ 40થી 50 હજાર માણસને અનેક સંસ્થાઓ દ્વારા નિશુલ્ક ભોજન, પાણી, રહેવા માટે પણ વ્યવસ્થા કરાઇ હતી.

આંતરરાષ્ટ્રીય મેળાને એસપી હરેશ દૂધાત અને જિલ્લા પોલીસ ટીમે પૂરતો બંદોબસ્ત પૂરો પાડી વિના વિધ્ને મેળો પૂર્ણ થયો હતો. આ અંગે ગામના સરપંચ અજુભા રાણા અને તાલુકા ભાજપ પ્રમુખ કાનભાઇ ભગતે જણાવ્યું હતું કે 2 વર્ષ બાદ આ મેળાનું આયોજન કરવામાં આવતા ગ્રામપંચાયતને સ્ટોલ અને રાઇડની જગ્યા ફાળવણી થકી 85,50,000ની આવક થઇ છે.જ્યારે જિલ્લા વહિવટી તંત્ર, પોલીસબળ, થાન પાલિકા સહિત અનેક લોકોના પ્રયત્નોથી મેળાનું આયોજન સફળ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...