સફાઈ કામદારોમા આનંદની લાગણી:સુરેન્દ્રનગર પાલિકાના સફાઇ કામદારોને 8.50 લાખ બોનસ ચૂકવાયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર પાલિકાના કાયમી સફાઇ કામદારોને બોનસ ચૂકવવા અંગે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે રજૂઆત કરી હતી. જેને લઇ પાલિકા તંત્ર દ્વારા કાયમી કામદારોને રૂ.8.05 લાખ બોનસ ચૂકવાતા આનંદની લાગણી છવાઇ હતી. જ્યારે દરેક કર્મચારીને એડવાન્સ ફેસ્ટિવલ એલાઉન્સ પણ આપવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના કાયમી સફાઈ કામદારોને ગુજરાત સરકાર દ્વારા વર્ગ-4ના કાયમી સફાઈ કામદારોને 2020-21 માટે એડહોક બોનસ રૂ.3500 ચૂકવવા ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડિયા, જીવાભાઈ પ2માર, ભીખાભાઈ પાટડિયા સહિતનાઓએ નગરપાલીકાના પ્રમુખ વિરેન્દ્રભાઇ આચાર્ય, ચીફ ઓફિસર સંજયભાઇ પંડ્યા, કારોબારી ચેરમેન મનહરસિંહ રાણા, સ્વચ્છતા સમિતિના ચેરમેન હંસાબેન સોલંકીને રજૂઆત કરી હતી. આથી 93 કાયમી સફાઈ કામદારોને રૂ.8.05 લાખ બોનસ ચૂકવવામાં આવતા દિવાળી પર્વે સફાઈ કામદારોમા આનંદની લાગણી ફેલાઈ હતી. એડવાન્સ ફેસ્ટિવલ એલાઉન્સ 4 હજાર લેખે 3.60 પણ ચૂકવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...