તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડો:વઢવાણમાં ભુસાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ઈંગ્લીશ દારૂની 8400 બોટલ જપ્ત કરી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં ભુસાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ઈંગ્લીશ દારૂની 8400 બોટલ જપ્ત કરી - Divya Bhaskar
વઢવાણમાં ભુસાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ઈંગ્લીશ દારૂની 8400 બોટલ જપ્ત કરી
  • રાજસ્થાનના બે શખ્સો સહિત કુલ 46 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાંથી એલસીબીએ ભુસાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક ટ્રકમાંથી 8400 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ-અલગ ટીમો બનાવી કડક કાર્યવાહી કરવાની સુચના આપ્યા બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામના બોર્ડ પાસે આવેલી રામેશ્વર હોટલના કમ્પાઉન્ડમાં ટાટા કંપનીનો ટ્રક નંબર RJ-29-GA-8942 વાળામાં ગેરકાયદેસર પરપ્રાંતિય વિદેશી દારૂ ભરેલો હોવાની મળેલી પાકી બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળ પરથી ટ્રક ચાલક હનુમાનરામ વિરમારામ જાખડ જાતે ચૌધરી જાટ ઉંમર વર્ષ-26, રહે-કકરાલા મુલાની તા. છેડવા, જી.બાડમેર (રાજસ્થાન) તથા ક્લીનર ટીકમારામ ભીયારામ થોરી જાતે ચૌધરી જાટ ઉંમર વર્ષ-21, રહે- પનોરીયા, તા.સેડવા, થાના-બાકાસર, જી.બાડમેર (રાજસ્થાન)ની કબ્જા ભોગવટાની ટ્રકમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલા ભુસાની આડમાં ગેરકાયદેસર પર પ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂ 750 એમએલની બોટલો નંગ- 8397, કિંમત રૂ. 31,48,875, ટ્રકની કિંમત રૂ. 15,00,000 તથા રોકડા રૂ. 6780, તથા મોબાઇલ નંગ-4 અને રાઉટર નંગ- 1, કિંમત રૂ. 12,000, રસ્સો કિંમત રૂ. 5,00, તાડપત્રી કિંમત રૂ. 500 મળી કુલ રૂ. 46,68,655ના મુદામાલ મળી આવ્યો છે.

આ વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનારા રામારામ ચૌધરી જાટ, રહે- હરીયાણાવાળો હાજર નહી મળી આવતા ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરી આ કેસની વધુ તપાસ વઢવાણ પોલિસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...