પશુ ડૉકટરોની ટીમ ટૂંકી પડી રહી છે:ઝાલાવાડમાં 8.39 લાખ પશુ, તબીબ 11 એટલે 1 તબીબે 76 હજાર ઢોર તપાસવા પડે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 પશુ ડૉકટરના મહેકમ સામે 13 જગ્યા ખાલી, પશુ નિરીક્ષકની 17 જગ્યા સામે 4 ખાલી

જિલ્લામાં 1.50 લાખથી વધુ લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને જિલ્લામાં 8.39 લાખથી વધુ પશુનું પાલન થાય છે. ધ્રાંગધ્રા પંથકનાં ગામોમાં પશુઓમાં ફેલાયેલા જીવલેણ લમ્પી વાઇરસને કાબુમાં લેવા માટે પશુ ડૉકટરોની ટીમ ટૂંકી પડી રહી છે. આટલું ઓછું હોય તેમ ચોમાસામાં પશુઓમાં રોગચાળો વધુ ફેલાતો હોય છે ત્યારે આવી સ્થિતિમાં માત્ર 11 જ પશુ ડૉક્ટરો હોવાની વિગતો સામે આવી છે.

જિલ્લામાં પશુઓની સારવાર માટે 24 ડૉક્ટરનું મહેકમ છે પરંતુ હાલમાં 11 જ પશુ ડૉક્ટર છે. બીજી બાજુ પશુ નિરીક્ષકોની મંજૂર કરાયેલી 17 જગ્યા સામે 13 પશુ નિરીક્ષક કામ કરી રહ્યા છે, તેમાં પણ 4 જગ્યા ખાલી છે. જિલ્લામાં વર્ષ 2019-2020ની ગણતરી મુજબ 3,25,680 ગાય, 3,50,911 ભેંસ, 44,759 ઘેંટાં અને 1,17,945 બકરી મળી કુલ 8,39,295 પશુ છે.

વઢવાણના પશુ ચિકિત્સકને લખતરનો ચાર્જ સોંપાયો

તાલુકોપશુ ચિકિત્સકપશુ નિરીક્ષક
મહેકમહાજરમહેકમહાજર
વઢવાણ3211
લીંબડી1143
ચુડા2100
સાયલા2121
ચોટીલા2210
થાન1100
મૂળી3121
ધ્રાંગધ્રા3133
પાટડી4133
લખતર3011
કુલ24111713

પશુચિકિત્સકની ખાલી જગ્યા ભરવા જાણ કરાઈ છે
જિલ્લામાં પશુઓને પૂરતી સારવાર મળે તે માટે પશુ ચિકિત્સક અને પશુ નિરીક્ષકની ખાલી જગ્યા અંગે જાણ કરાઈ છે. હાલ દરેક તાલુકામાં એક પશુ ચિકિત્સક છે. વઢવાણના પશુ ચિકિત્સકને લખતરનો ચાર્જ સોંપાયો છે. ચોમાસામાં પશુઓ વધુ બીમાર પડતાં હોય છે ત્યારે ટીમ તૈયાર રહે છે. કોંઢ ગામે પશુઓના લીધેલા સેમ્પલ પૉઝિટિવ આવતાં પશુ ચિકિત્સક અને ટીમ ગામમાં કાર્યરત છે. લમ્પીની રસી શોધાઈ ન હોવાથી રોગગ્રસ્ત પશુઓને ઘેટાં-બકરાંને અપાતી અછબડાની રસી આપીએ છીએ.’ > પી. પી. કણઝરીયા, જિલ્લા પશુ આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...