તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:જિલ્લામાં ગુરુવારે 8,052 લોકોએ રસી લીધી મુકાવી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અત્યાર સુધીમાં કુલ 4,61,838 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓફલાઈનથી રસીકરણ ચાલુ થયા બાદ રસીકરણમાટે લોકો વધુ આવી રહ્યા છે. શુક્રવારે 25 રસીકરણ કેન્દ્રો પર 8,052 લોકોએ રસી મુકાવી હતી.આથી કોરોના રસીકરણનો આંક જિલ્લામાં 4,61,838 પર પહોંચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના રસીકરણ માટે હવેલ ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાતમાંથી ઓફલાઇન રજીસ્ટ્રેશનથી રસીકરણ હાથ ધરવામાં આવ્યુ છે.જિલ્લાની 17 લાખથી વધુની જનતામાં મહતમ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગ ટીમ કામે લાગી છે.

21જુનથી ઓફલાઇનની વ્યવસ્થાનો પણ હવેથી લોકોને લાભ મળતા રસીકરણ આગળ વધી રહ્યુ છે. ત્યારે શુક્રવારે જિલ્લાના 25 રસીકરણ કેન્દ્રો પર રસી મુકવાનું શરૂ કરવામાં આવ્યુ હતુ.જેમાં 8,052 લોકોએ રસીકરણનો લાભ લીધો હતો. આમ જિલ્લામાં કોરોના રસીકરણ 4,61,839 પર પહોંચ્યુ છે. જેમાં પ્રથમ ડોઝ 3,74,520 લોકોએ લીધો જ્યારે 87,319 લોકોએ રસીના બંન્ને ડોઝ લઇ સુરક્ષીત બન્યા છે.જેમા 2,48,706 પુરૂષો અને 2,13,032 મહિલાઓએ રસી લીધી છે. જેમાં 3,88,135 લોકોએ કોવિડસીલ્ડ, 73,704 લોકોએ કોવેક્સીન રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...