સાંસદ સામે વિરોધ-પ્રદર્શન:ભરૂચના સાંસદના વિરોધમાં સુરેન્દ્રનગરના 800 મહેસૂલી કર્મીઓ માસ સીએલ પર ઉતર્યા, કામકાજ બંધ રહેતા સ્થાનિકોને ધક્કા

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભરૂચના સાંસદના વિરોધમાં સુરેન્દ્રનગરના 800 મહેસૂલી કર્મીઓ માસ સીએલ પર ઉતર્યા - Divya Bhaskar
ભરૂચના સાંસદના વિરોધમાં સુરેન્દ્રનગરના 800 મહેસૂલી કર્મીઓ માસ સીએલ પર ઉતર્યા
  • ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર સાથે ગેરવર્તન કર્યુ હતું
  • જિલ્લા પ્રશાસન વિભાગની કામગીરી અટવાઇ, જનસેવા કેન્દ્રએ પણ લોકો ધક્કા ખાઇ રહ્યાં

સુરેન્દ્રનગર જિલ્લાની તમામ મામલતદાર કચેરી, નાયબ મામલતદાર કચેરી અને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ આજે શુક્રવારે એક દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે અને માસ સીએલ મૂકી દીધી છે. તાજેતરમાં જ ભરૂચના સાંસદ દ્વારા મામલતદાર જે સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું, એના પડઘા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પડ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર કચેરી તેમજ મામલતદાર ઓફિસ તેમજ અન્ય સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા 800થી વધુ કર્મચારીઓ એક સાથે માસ સીએલ ઉપર ઉતરી ગયા છે. જેને લઇને કામકાજ બંધ રહેતાં લોકોને ધક્કા ખાવા પડ્યા છે.

તાજેતરમાં જ ભરૂચના સાંસદ દ્વારા મામલતદાર સાથે જાહેરમાં ગેરવર્તન કરવામાં આવ્યું હતુ અને તે પોતે હપ્તા લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઇને ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ગુજરાતમાં સોશિયલ મીડિયા ઉપર પણ આ વીડિયો વાયરલ થયો હતો. જેના પડઘા સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા 800થી વધુ કર્મચારીઓ એક સાથે હડતાલ ઉપર ઉતરી ગયા છે. તેથી આજે જિલ્લા પ્રશાસન વિભાગની કામગીરી અટવાઇ છે. જનસેવા કેન્દ્રએ પણ લોકો ધક્કા ખાઇ રહ્યાં છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ તાલુકા મથકોની મામલતદાર ઓફિસમાં પણ આવકના દાખલા સહિતની કામગીરી બંધ કરવામાં આવી છે. કારણ કે, મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના ક્લાસ વન અને ટુ અધિકારીઓ તેમજ ક્લાર્કઓ પણ હડતાલ ઉપર ઉતર્યા છે. જેમાં કર્મચારીઓ એક દિવસની હડતાલ ઉપર બેસે તેવું પણ જાણવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસનની કામગીરી એક દિવસ માટે બંધ રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાની કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ તથા સરકારી ઓફિસમાં ફરજ બજાવતા મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. ત્યારે જિલ્લાની અલગ-અલગ કચેરીઓના કામકાજ બંધ રહેવા પામતાં લોકો ધરમ ધક્કા ખાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...