ચૂંટણી:જિલ્લામાં શુક્રવારે 80 ફોર્મ લઈ જવાયાં, 8 ફોર્મ પરત કરાયાં

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 271 ઉમેદવારી પત્રો લઇ જવાયાં
  • તા.14 ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ અને તા.17 પાછી ખેંચવાની છેલ્લી તારીખ
  • સૌથી વધુ લીંબડી બેઠક માટે અને સૌથી ઓછાં દસાડા માટે ફોર્મ લઈ જવાયાં

ઝાલાવાડની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયાઓ શનિવારથી જિલ્લામાં ચાલુ કરાઇ છે. જિલ્લામાં છઠ્ઠા દિવસે સૌથી વધુ ફોર્મ શુક્રવારના રોજ ઉપડ્યા હતા. જેમાં એક જ દિવસમાં કુલ 80 ઉમેદવારી ફોર્મ લઇ જવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્રકો વિતરણની વ્યવસ્થા જિલ્લાના વિધાનસભા વિસ્તારના તાલુકા સેવા સદનોમાં કરવામાં આવી છે ત્યારે 6 દિવસમાં અત્યાર સુધીમાં 271 ઉમેદવારી પત્રકો લઇ જવાયા છે, જેમાં સૌથી વધુ લીંબડી વિધાનસભા બેઠક માટે 5 અને સૌથી ઓછા દસાડા વિધાનસભા બેઠક માટે ફોર્મ લઇ જવામાં આવ્યાં છે.

આગામી તા.14-11-2022 સુધી ઉમેદવારી પત્રો ભરવાની કાર્યવાહી ચાલુ રહેશે જ્યારે 17-11-2022 તારીખ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે.આમ 17 તારીખ બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. લીંબડી બેઠકના ભાજપના ઉમેદવાર અને કૅબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત, આપના ધ્રાંગધ્રા તથા ચોટીલાના ઉમેદવારો સહિત 6 અપક્ષે પણ ફોર્મ ભર્યાં હતાં.

લીંબડીમાં કિરીટસિંહ રાણાએ ફોર્મ ભર્યું
ભાજપ : લિંબડી વિધાનસભાના કિરીટસિંહ જીતુભા રાણા
આપ : ધ્રાંગધ્રા વિધાનસભાના વાઘજીભાઈ કરશનભાઈ કૈલા
ચોટીલા વિધાનસભાના રાજુભાઈ મેરામભાઈ કરપડા
અપક્ષ : ધ્રાંગધ્રા વિધાનસભાના પટેલ પ્રકાશભાઈ રણછોડભાઈ
ધ્રાંગધ્રા વિધાનસભાના ચંદુલાલ ઈશ્વરભાઈ મોરી
ચોટીલા વિધાનસભાના જિજ્ઞેશકુમાર ગગજીભાઈ માલકિયા
લીંબડી વિધાનસભાના જયેશ હંસરાજભાઇ ઠાકોર
લીંબડી વિધાનસભાના મહેશભાઈ મેરાભાઈ મકવાણા
લીંબડી વિધાનસભાના રમેશભાઈ ભાવાભાઈ ધોરિયા

અન્ય સમાચારો પણ છે...