એક પરિવાર, એક હોદો:વઢવાણ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી લડી રહેલા ભાજપના 8 હોદેદારોના રાજીનામા લઈ લેવાયા

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું 7 ઓગસ્ટે મતદાન યોજાશે

વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો ફેલાઇ ગયો છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા યાર્ડની ચૂંટણી લડતા હોય તેવા પોતાના 8 હોદ્દેદારના રાજીનામા લેવામાં આવ્યા છે. 1 પરિવાર 1 હોદ્દાની પક્ષની નીતિને લઇને રાજીનામા લેવામાં આવ્યા છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ હતી.સદસ્યોની નોંધણીને લઇને વિવાદ પણ સર્જાયા હતા.

આગામી તા. 7 ઓગસ્ટના દિવસે મતદાન યોજાનાર છે
અગાઉ યાર્ડમાં થયેલા ભ્રષ્ટાચારને મામલે પણ 2 જૂથ આમને સામને આવી ગયા હતા. ત્યારે વેપારી પેનલના 4 સભ્યો બિનહરીફ થઇ ચૂક્યા છે. આગામી તા. 7 ઓગસ્ટના દિવસે મતદાન યોજાનાર છે ત્યારે યાર્ડની ચૂંટણી લડતા હોય અને ભાજપમાં અન્ય જગ્યાએ હોદ્દો ધરાવતા હોય તેવા 8 ભાજપના આગેવાનના રાજીનામા લેવામાં આવ્યા છે.

1 પરિવાર 1 હોદ્દાની પ્રદેશમાંથી જાહેરાત
આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણાએ જણાવ્યું કે 1 પરિવાર 1 હોદ્દાની પ્રદેશમાંથી જાહેરાત કરવામાં આવી છે. આથી જે લોકો કે તેમના પરિવારના અન્ય સદસ્ય ભાજપનો હોદ્દો ધરાવતા હોય તેવા ચૂંટણી લડતા લોકોના પક્ષની પરંપરા મુજબ રાજીનામા લેવામાં આવ્યા છે.

આ હોદ્દેદારોના રાજીનામા લઇ લેવામાં આવ્યા
મુકતાબેન રાયમલભાઈ ચાવડા-વઢવાણ તા.પં.પ્રમુખ, કમલ એલ.હેરમા- સુ.વ.શહેર ભાજપ પ્રમુખ, મહેન્દ્રસિંહ જે.સગર-વઢવાણ ગ્રામ્ય ભાજપ ઉપપ્રમુખ, દિલીપભાઈ એલ.ગોહિલ-વઢવાણ ગ્રામ્ય ભાજપ મહામંત્રી, મુકેશભાઈ જી.પટેલ- વઢવાણ ભાજપ ગ્રામ્ય પ્રમુખ, રામજીભાઈ ગોહિલ- સુ.જિ.ભાજપ મંત્રી, નારાયણભાઇ જે.પાવરા- સુ.જી.ભા.બક્ષીપંચ મોરચો, કોષાધ્યક્ષ, રવજીભાઇ જી.રોજાસરા-વઢવાણ ગ્રામ્ય ભાજપ મહામંત્રી

અન્ય સમાચારો પણ છે...