બદલી:જિલ્લામાં 8 તબીબની THOની બઢતી સાથે બદલી, આણંદના વેરાખાડી PHCના તબીબની સુરેન્દ્રનગર બદલી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં 8 તબીબની ટીએચઓ સાથે બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત આણંદ જિલ્લાના 1 તબીબની સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના 1 તબીબની વડોદરા બદલી કરવામાં આવી હતી. ગુજરાત આરોગ્ય સેવા વર્ગ-2માં ફરજ બજાવતા તબીબી અધિકારી વર્ગ-2ને જાહેર હિતાર્થે રાજ્યમાં 188 બદલીઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સ્વવિનંતીથી બદલીથી 78 તબીબોની પણ બદલીઓ કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલના ડો. શંભુકુમાર રાયને વડોદરા એસએસજી હોસ્પિટલમાં બદલી કરાઇ હતી. આ ઉપરાંત જાહેર હિતાર્થે સુરેન્દ્રનગર જિલ્લામાં આણંદ જિલ્લાના વેરાખાડી પીએચસીના ડો. ઋતિ વાઘેલાની સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં બદલી કરવામાં આવી હતી.

જ્યારે ડો. હાર્દિક ચૌહાણને એપેડેમિક મેડીકલ ઓફિસર તરીકે સુરેન્દ્રનગર, ખોડુ પીએચસીના ડો. હરિત પાદરિયાને ટીએચઓ તરીકે વઢવાણ, પાણશિણા પીએચસીના ડો. જયમીન ઠાકરને ટીએચઓ તરીકે લીંબડી, બજાણા પીએચસીના ડો. બી.પી.સિંગને ટીએચઓ તરીકે પાટડી, દાણાવાડા પીએચસીના ડો. દર્શન પટેલને ટીએચઓ તરીકે મૂળી, ડોળીયા પીએચસીના ડો. હિતેષ મકવાણાને ટીએચઓ તરીકે સાયલા, તલસાણા પીએચસીના ડો. જયેશ રાઠોડને ટીએચઓ લખતર, બામણબોર પીએચસીના ડો. ભાવેશ સંઘાણીને ટીએચઓ થાનગઢ, મોજીદડ પીએચસીના ડો. ભદ્રેશ વાજાને ટીએચઓ ચુડા બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત બદલીની માગ કરાતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલના ડો.શંભુકુમાર રાયને વડોદરા એસએસજી હોસ્પિટલમાં બદલી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...