ધરપકડ:મૂળી તાલુકાના વગડિયામાં જુગાર રમતા 8 ઝડપાયા

મૂળી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી પોલીસ સ્ટેશન સ્ટાફનાં હર્ષરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ, રાયસંગભાઇ, દિલીપસિંહ, રવિરાજસિંહ, સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા. ત્યારે રાયસંગભાઇ અને દિલીપસિંહને માહિતી મળી કે વગડિયા ગામે શીતળામાનાં મંદિર પાસે રહેતા શારદાબેન ઉર્ફે ભુરીબેન મુકેશભાઇ પનારાનાં ઘરનાં ફળીયામાં ખુલ્લામાં જુગાર રમાય છે.

આથી પોલીસે રેડ કરી જુગાર રમતા વગડીયા ગામનાં કાનાભાઇ ચતુરભાઇ સારલા, ગેલાભાઇ બાદરભાઇ સારલા, અમકુભાઇ નાથાભાઇ પનારા,રૈયાભાઇ ઉકાભાઇ સારલા, રઘુભાઇ ઘુઘાભાઇ ફીસડીયા, ચતુરભાઇ સાગરભાઇ કોરડીયા, અમીતભાઇ હેમંતભાઇ ફીસડીયા, નરેશભાઇ મનસુખભાઇ સારલાને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 22,500 રોકડા, 3 મોબાઇલ સહિત કુલ 24,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...