સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં-3, ધ્રાંગધ્રામાં-3, લખતરમાં-1 અને લીંબડીમાં-1 સહિત ગુરુવારે કોરોનાના 8 કેસ નોંધાયા હતા. આ દિવસે 3 લોકો સાજા થતા 41 એક્ટિવ કેસ રહ્યા હતા. જ્યારે જિલ્લામાં 11,064 લોકોએ રસી લીધી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારે આરટીપીસીઆરના-744 અને એન્ટિજનના-115 સહિત કુલ 858 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં ઢવાણમાં-3, ધ્રાંગધ્રામાં-3, લખતરમાં-1 અને લીંબડીમાં-1 સહિત કુલ 8 લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા.
આ દિવસ 3 દર્દી સાજા થતા જિલ્લામાં કુલ 170 કેસોમાંથી 129 લોકો સાજા થતા 41 એક્ટિવ કેસો રહ્યા છે. જ્યારે જિલ્લાના 62 કેન્દ્રો પર ગુરૂવારે 11,064 લોકોએ રસી મુકાવતા રસીકરણનો કુલ આંક 32,68,333 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં 14,80,572 લોકોએ પ્રથમ તેમજ 15,93,621 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 1,94,140 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. કુલ રસીકરણમાં 16,47,408 પુરૂષો તેમજ 14,26,241 મહિલાઓએ રસી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.