કોરોના અપડેટ:જિલ્લામાં રવિવારે 8 કેસ, 24 લોકોને રજા અપાઈ

સુરેન્દ્રનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેના 16 દિવસમાં 354 કેસ, 1207 લોકો સાજા થયા, રવિવારે 1,512 લોકોએ રસી લીધી હતી
  • સૌથી વધુ વઢવાણમાં 6, લખતરમાં 2 કેસ, જિલ્લાના 8 તાલુકામાં કોરોનાના એક પણ કેસ નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે 8 પોઝિટિવ કેસ અને 24 લોકો સાજા થયા હતા. આમ તા. 15 મે થી 30 મે સુધી 354 કેસોની સામે 1207 લોકો સાજા થયા હતા. અને આ દિવસો દરમિયાન એકપણ દર્દીનું મોત થયું ન હતું. બીજી તરફ રવિવારે 11 થી સાંજના 7 કલાક સુધીમાં 1,512 લોકોએ રસી લીધી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે વઢવાણમાં -6 અને લખરમાં -2 સહિત કુલ 8 કોરોનાના પોઝિટિવ કેસ તેમજ એકપણ મોત ન થયાનું સરકારી ચોપડે નોંધાયું હતું. આમ છેલ્લા બે દિવસોમાં આ કેસ સિંગલ ડિજિટમાં આવ્યા હતા. જ્યારે કોરોનાની મહામારીમાં રવિવારે 24 લોકો સાજા થતા રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના 10 તાલુકાઓમાંથી ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી, મૂળી, પાટડી, સાયલા તેમજ થાનગઢમાં કોરોનાનો એકપણ કેસ નોંધાતા રાહત થઇ હતી.

રવિવારે પણ સવારે 11 થી 7 કલાક સુધીમાં 1,512 લોકોએ રસીનો લાભ લીધો હતો. હાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7376 પોઝિટિવ કેસો, 446 લોકોના મોત અને 7170 લોકો સાજા થયા હતા.

101 વર્ષના માજીનો સંદેશ : બધાએ રસી લેવી જોઇએ
સુરેન્દ્રનગરના કૃષ્ણનગર અર્બન સેન્ટર પર આરોગ્ય રથ દ્વારા રાધેપાર્કમાં રવિવારે સાંજના 6 થી 8 કલાક દરમિયાન રસીકરણ યોજાતા 101 લોકોએ લાભ લીધો હતો. પરંતુ આરોગ્યના ચેતનભાઈના માર્ગદર્શન નીચે મૂળ મહેસાણાના અને હાલ 80 ફૂટ રોડ ગીતા સોસાયટીમાં રહેતા 101 વર્ષના રૂખીબેન પ્રભુદાસ પ્રજાપતિએ પણ રસી લેવાનો ઉત્સાહ બતાવીને પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારે રૂખીબેને જણાવ્યું કે મે પણ રસી લીધી માટે કોરોનાના કારણે બધાએ રસી લેવી જોઇએ. આ કેમ્પમાં ડો. આર.સી.સિંધવ, રમીલાબેન, રોજીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કોવિશિલ્ડની 1,85,777, કોવેક્સિનની 55,881એ રસી લીધી
​​​​​​​જિલ્લામાં અત્યાર સુધીમાં 2,41,658 લોકોએ રસી લીધી હતી. જેમાં કોવિશિલ્ડની 1,85,777 તેમજ કોવેક્સિનની 55,881 લોકોએ રસી લીધી હતી. કુલ રસીમાં 94,881 પુરૂષો, 87,025 મહિલાઓ રસી લીધી હતી. જેમાં 60થી ઉપરની ઉંમરના 76,092, 45થી 60 વર્ષના 87,958 તેમજ 18 થી 44 ઉંમરના 17,886 લોકોએ રસી લીધી હતી. જ્યારે આ તમામ રસીમાં 1,81,944 લોકોએ પ્રથમ ડોઝ તેમજ 59,714 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...