સુરેન્દ્રનગર બાર એસોસીએશનનની ચૂંટણીની જાહેર કરાયા બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં મહિલા ઉપપ્રમુખ પદ માટે કોઇ ફોર્મ ન ભરતાં બીન હરીફ વિજેતા જાહેર કરાયા છે. જ્યારે પ્રમુખ માટે 2, ઉપપ્રમુખ માટે 2, સેક્રેટરી માટે 2 અને જોઇન્ટ સેક્રેટરી માટે 2 ફોર્મ ભરાયા છે. જેનું મતદાન તા.16 અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ 2023 માટે બાર એસોસીએશનના હોદ્દેદારોની ચૂંટણી માટેની જાહેરાત કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરની કોર્ટ મુખ્ય હોવાથી જિલ્લા કોર્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી હોદ્દા માટે ચૂંટણી અધિકારી તરીકે કે.કે.રામાનુજ, સહ ચૂંટણી અધિકારી તરીકે દેવેન્દ્રસિંહ રાણા દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. ચૂંટણીની જાહેરાત કરયા બાદ તા.3 થી 5 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ વિતરણ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં અંતિમ દિવસ સુધીમાં કુલ 10 ફોર્મ લઇ જવામાં આવ્યા હતા. જ્યારે ફોર્મ પરત કરવાની તારીખ બાદ 9 ડિસેમ્બર શુક્રવાર ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી.
ત્યારે કોઇ ઉમેદવાર બીજો ફોર્મ ન ભરતા રજશ્રીબેન જગદીશભાઇ ત્રિવેદીને મહિલા ઉપપ્રમુખ તરીકે બીનહરીફ જાહેર કરાયા છે. જ્યારે પ્રમુખ પદ માટે જાની નિલેશકુમાર ઇન્દુલાલ તથા ધનશ્યામસિંહ ધીરૂભા ઝાલાએ ફોર્મ ભર્યુ છે. અને ઉપપ્રમુખ માટે જાની રીતેષ ઉલ્લાષકુમાર તથા રવિ.આર.આચાર્યએ અને સેક્રેટરી પદ માટે શુકલ કશ્યપ વિરેન્દ્રભાઇ તથા રવિ અશોકભાઇ માંડલીયાએ જોઇન્ટ સેક્રેટરી માટે રોહીતભાઇ.એસ.સાપરા, મુકેશભાઇ.જી.રાઠોડે ફોર્મ ભર્યુ છે.
જેનું તા.16 ડિસેમ્બરના રોજ સવારે 11થી સાંજે 4 કલાક સુધી મતદાન હાથ ધરાશે જેમાં 400થી વધુ નોંધાયેલા વકીલ મંડળના સભ્યો મતદાન બાદ મતગણતરી કરી નવા હોદ્દેદારોની જાહેરાત કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર બાર એસોસીએશનનની ચૂંટણીમાં મહિલા ઉપપ્રમુખ બીનહરીફ ચૂંટાયા છે. ઉપપ્રમુખ તરીકેરજશ્રીબેન જગદીશભાઇ ત્રિવેદી ચૂંટાયા હતા. જ્યારે પ્રમુખ પદ માટે 2એ ફોર્મ ભર્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.