સુરેન્દ્રનગર કોરોના LIVE:જિલ્લામાં આજે કોરોનાના 146 કેસ નોંધાયા, 29 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સૌથી વધુ વઢવાણ તાલુકામાં 70 કેસ નોંધાયા
  • ચોટીલા, સાયલા અને થાનગઢમાં એક પણ કેસ ન નોંધાતા રાહત

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 146 કેસ નોંધાયા છે. જિલ્લામાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગ સહિત લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

આજે જિલ્લામાં કોરોનાના નવા 146 કેસ નોંધાયા છે. જેમાં વઢવાણ તાલુકામાં 70, ધ્રાંગધ્રા તાલુકામાં 36, લીંબડી તાલુકામાં 21, લખતર તાલુકામાં 9, પાટડી તાલુકામાં 5, ચૂડા તાલુકામાં 3 અને મૂળી તાલુકામાં કોરોના પોઝિટિવના 2 કેસ મળી સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કુલ 146 કેસો નોંધાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, સાયલા અને થાનગઢ તાલુકામાં આજે કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નથી. જિલ્લામાં આજે 29 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવનો આંક 8957એ પહોંચ્યો છે. જ્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 9538 દર્દીઓએ કોરોના રસીકરણ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...