મતદાર યાદી સુધારણા:ત્રીજા રવિવારે 75,780 લોકો જોડાયા: 5726 યુવાએ નવા ચૂંટણી કાર્ડ માટે ફોર્મ ભર્યાં

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં આયોજીત ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કેન્દ્રો પર કલેક્ટરે મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
જિલ્લામાં આયોજીત ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કેન્દ્રો પર કલેક્ટરે મુલાકાત લીધી હતી.
  • 3 રવિવારની ઝુંબેશમાં કુલ 1,90,265એ લાભ લીધો: 11 સપ્ટેબરે જિલ્લાભરમાં છેલ્લો કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના કોઇ પણ મતદારો મતદાનથી વંચિત ન રહી જાય માટે તંત્ર દ્વારા ખાસ મતદાર યાદી સુધારતા અભિયાન હાથ ધરાયું છે. આથી ઓગસ્ટ અને સપ્ટેબર મહિનાના 4 રવિવારે જિલ્લામાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેના ત્રીજા 75,780 લોકો જોડાયા હતા. જ્યારે આગામી 11 સપ્ટેબરે જિલ્લાભરમાં કાર્યક્રમ યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ તથા સપ્ટેબર માસ દરમિયાન જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 હાથ ધરાયો છે. આ અંગે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીએ ડી.કે.મજેતરે જણાવ્યું કે જીલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.સી.સંપટના માર્ગદર્શનમાં ખાસ ઝુંબેશ હાથ ધરાઇ છે. જેના અન્વયે ત્રીજો કાર્યક્રમ રવિવારના રોજ યોજી જિલ્લાભરમાં 1542 મતદાન મથકોએ કે 1500થી વધુ બીએલઓ કક્ષાના અધિકારીની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઇ હતી.

જેમાં 1-10-2022ના રોજ 18 વર્ષ પૂરા થતા હોય તેવા યુવા મતદારોના નામ નોંધણી 5726, જે મતદારોએ તાજેતરમાં રહેઠાણ બદલ્યું હોય તો સરનામામાં ફેરફાર, મતદાર ઓળખ પત્રમાં વિગતમાં કોઇ ભૂલ હોય તો તેમાં સુધારો કરવો 2941 સહિત કરાવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ ઉપરાંત જે લોકોના અવસાન થવાથી સરનામામાં ફેરફાર, અટકમાં સુધારો ફોટો બદલવો 1190 તથા ફોર્મ 6 ખથકી આધાર લિંક 65923 સહિત કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં કલુ 75,780લોકોએ લાભ લીધો હતો.

અત્યાર સુધીમાં 1,90,625 જ્યારે તા.17-6-2022ના રાજપત્રથી થયેલ સુધારા મુજબ નવા ફોર્મ ૬(ખ) દ્વારા આધાર નંબર મતદાર યાદી સાથે લીંક કરાવવા માટે જરૂરી છે. આથી જેના માટે આવનાર રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય દિવસો તથા તહેવારોમાં મહિલાઓ, સ્થળાંતરિત શ્રમિકો, યુવાનો, શાળા કોલેજના વિધાર્થીઓ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાશે. તેમજ આધારની ઓનલાઇન નોંધણી માટે ફોર્મ નંબર 6- ખની વિગતો ભરી નોંધણી ફરજીયાત કરાવવા તેમજ જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ તથા 1 લી ઓકટોબર સુધીમાં 18 વર્ષ પૂર્ણ થતાં હોઈ તેઓએ પોતાનું નામ મતદાર યાદીમાં ફરજિયાત નોધાવવા.

અન્ય સમાચારો પણ છે...